Breaking News : કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કચ્છના સંવેદનશીલ સરક્રીક વિસ્તારમાં ભારતીય જળસીમામાં પ્રવેશેલા ચાર પાકિસ્તાની માછીમારોને BSF દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ માછીમારો કરચલા પકડવાની પ્રવૃત્તિ દરમિયાન ઘૂસણખોરી કરતા હતા. સુરક્ષા દળોએ તેમની પાકિસ્તાની ફાઇબર બોટ પણ જપ્ત કરી છે, અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છના સર ક્રીક વિસ્તારમાંથી BSFએ 4 પાકિસ્તાની માછીમારને ઝડપ્યા છે. ભારતીય જળસીમામાં પ્રવેશેલા 4 પાકિસ્તાની માછીમારો ઝડપાયા છે. કેકડા પકડવાની પ્રવૃત્તિ દરમિયાન ભારતીય જળસીમામાં ઘૂસણખોરી સામે આવી છે. બાતમીના આધારે BSFની કાર્યવાહી કરી હતી. BSF એ પાકિસ્તાની ફાઇબર બોટ પણ જપ્ત કરી હતી.
સુરક્ષા એજન્સીઓ માટે સતર્કતાનો વિષય
BSFના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને ચારેય માછીમારોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાકિસ્તાની ફાઇબર બોટ પણ જપ્ત કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ઝડપાયેલા ચારેય માછીમારો પાકિસ્તાનના સિંધ પ્રાંતના રહેવાસી છે. સરક્રીક વિસ્તાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની એક અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ હોવાથી, આવી ઘટનાઓ સુરક્ષા એજન્સીઓ માટે સતર્કતાનો વિષય બને છે.
માછીમારો ભારતીય જળસીમામાં કેવી રીતે પ્રવેશ્યા અને તેમની બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે કેમ, તે અંગે પૂછપરછ અને બોટની ઝીણવટભરી તપાસ ચાલુ છે. સરહદી સુરક્ષા વ્યવસ્થાની વિશેષ દેખરેખ હેઠળ આ સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે.ઝડપાયેલા ચારેય માછીમારો પાકિસ્તાનના સિંધ પ્રાંતના રહેવાસી હોવાનું સામે આવ્યું હતુ. સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ હાથ ધરી રહી છે.