Breaking News : સુરતના ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત, જાણો શું હતું કારણ

Breaking News : સુરતના ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત, જાણો શું હતું કારણ

| Edited By: | Updated on: Jul 11, 2025 | 11:30 AM

સુરતમાં ફરી એક વાર દુર્ઘટના બની છે. સુરત જિલ્લામાં આવેલા ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે શિયાળામાં ઠંડીમાં તાપણું કરતા સમયે આવી ઘટના બનતી હોય છે.

સુરતમાં ફરી એક વાર દુર્ઘટના બની છે. સુરત જિલ્લામાં આવેલા ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે શિયાળામાં ઠંડીમાં તાપણું કરતા સમયે આવી ઘટના બનતી હોય છે. પરંતુ સુરતના ભાઠા ગામમાં ધુમાડાના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુંગળામણથી 3 લોકોના મોત

મળતી માહિતી અનુસાર જનરેટરના ધુમાડાને કારણે 3 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેના પગલે તેમનું મૃત્યું થયું છે. રુમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો હતો. જેમાં એક પુરુષ અને 2 મહિલા ગુંગળાઈ જતા મોત નિપજ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે સુરતમાં એક રુમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો આખા રુમમાં ફેલાઈ ગયો હતો. જેના કારણે એક પુરુષ સહિત 2 મહિલાનું મોત થયું છે. મૃતક ત્રણેય લોકો સિનિયર સિટીઝન હતા. જો કે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ માટે પોલીસે FSLની પણ મદદ લીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 11, 2025 11:28 AM