Breaking News : જામનગર દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા એક્શનમાં ,11 પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી
જામનગરમાં દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની કુલ 82 પેઢીઓની ચકાસણી કરાઈ છે.અસ્વચ્છતા અને અનહાઇજીનિક વેચાણ બદલ 11 પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી રૂ. 60,000 નો દંડ વસૂલાયો છે.
જામનગર દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા એક્શનમાં આવ્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણના કુલ 82 એકમોમાં ચકાસણી હાથ ધરાય છે.અસ્વચ્છતા બદલ 11 પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી 60 હજારનો દંડ વસૂલાયો છે.તપાસ દરમિયાન કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો છે.TPC વધારે હોઈ 30 કિલો તેલ, 3 લીટર સુગર સીરપ જપ્ત કરાઈ છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા કુલ 58 સેમ્પલ લેવામાં આવ્યા છે.
ફૂડ સ્ટોલ્સ પર ચેકિંગ
ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલ સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં આ કામગીરી હાથ ધરાઈ હતી. ખંભાળિયા બાયપાસ સહિતના નવરાત્રી મહોત્સવના ફૂડ સ્ટોલ્સ પર પણ ચેકિંગ કરાયું હતું. તો ફૂડ સ્ટોલ્સમાંથી 8 કિલો પ્રિન્ટેડ પસ્તી અને અખાદ્ય સામગ્રીનો પણ નાશ કરાયો હતો. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ટીમ દ્વારા કુલ 58 સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલ વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે.
ચેકિંગ ઝુંબેશ વધુ સઘન
દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્યસુરક્ષા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મનપા દ્વારા આવી ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી રહી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વેપારીઓને પણ સ્વચ્છતા અને ખાદ્યસુરક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.