Ahmedabad Breaking : મિલકત વેરો નહીં ભરનાર સામે મનપાની લાલ આંખ, AMCએ 615 મિલકતોની હરાજી પ્રક્રિયા હાથ ધરી, જૂઓ Video
હરાજી થનાર મિલકતોની ગવર્મેન્ટ એપ્રુવ વેલ્યુઅર દ્વારા અપસેટ પ્રાઇઝ નક્કી કરાઇ છે. તથા હરાજી થનાર તમામ મિલકતોની વર્તમાન પત્રમાં જાહેરાત અપાશે. જાહેરાત આપ્યા બાદ 15 દિવસે મિલકતોની હરાજી થશે.
Ahmedabad : અમદાવાદમાં મિલકત વેરો નહીં ભરનાર સામે મનપાએ લાલ આંખ કરી છે. AMCએ 615 મિલકતોની હરાજીની (Auction) પ્રક્રિયા હાથ ધરી છે. જે પૈકીના 62 મિલકત ધારકોએ ટેક્સના રૂપિયા ભર્યા છે અને બાકીના 553 મિલકત ધારકોએ વેરો નહીં ભરતા તેમની મિલકતોની હરાજી થશે. હરાજી થનાર મિલકતોની ગવર્મેન્ટ એપ્રુવ વેલ્યુઅર દ્વારા અપસેટ પ્રાઇઝ નક્કી કરાઇ છે તથા હરાજી થનાર તમામ મિલકતોની વર્તમાન પત્રમાં જાહેરાત અપાશે. જાહેરાત આપ્યા બાદ 15 દિવસે મિલકતોની હરાજી થશે.
મહત્વપૂર્ણ છે કે અપસેટ પ્રાઇઝથી નીચે કોઇ બીડ નહી કરી શકે અને બીડ ભરનાર તમામ લોકોને એક સ્થળે એકઠા કરી જાહેર હરાજી કરાશે. મિલકત ખરીદનારે તાત્કાલીક પે ઓર્ડર આપવાનો રહેશે. પ્રત્યેક ઝોનમાં પાંચ પાંચ મિલકતની હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો