રાજકોટ અગ્નિકાંડ : નવા CP બ્રજેશ ઝા બન્યા, ગાર્ડ ઓફ ઓનર વગર જ સંભાળ્યો ચાર્જ , જુઓ-video

રાજકોટ અગ્નિકાંડ : નવા CP બ્રજેશ ઝા બન્યા, ગાર્ડ ઓફ ઓનર વગર જ સંભાળ્યો ચાર્જ , જુઓ-video

| Edited By: | Updated on: May 28, 2024 | 11:38 AM

TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ અગાઉના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવામાં આવ્યા હતા. જે બાદ CP બ્રજેશ ઝાએ આજે સાદગી પૂર્વક ચાર્જ સંભાળ્યો છે.

રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ અગાઉના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવામાં આવ્યા હતા. જે બાદ CP બ્રજેશ ઝાએ આજે સાદગી પૂર્વક ચાર્જ સંભાળ્યો છે.

રાજકોટના નવા CP એ આજે ચાર્જ સંભાળ્યો

મળતી માહિતી મુજબ નવા સીપીએ ગાર્ડ ઓફ ઓનર વગર જ ચાર્જ સંભાળ્યો છે. આ સાથે ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બાંગરવાએ ચાર્જ સંભાળ્યો હતો અને રાજકોટ જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે મહેન્દ્ર બગરિયા આજે ચાર્જ સંભાળશે .

અગ્નિકાંડને લઈને 7 અધિકારી સસ્પેન્ડ તો અન્યની બદલી

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ગુજરાત સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા તે સાથે કેટલાક અધિકારીઓની બદલી કરી છે. જેમાં રાજકોટના CPની પણ બદલી કરવામાં આવી છે, ત્યારે રાજકોટના નવા સીપી તરીકે બ્રજેશ ઝાએ આજે ગાર્ડ ઓફ ઓનર વગર તેમજ સાદગી પૂર્ણ રીતે આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

હાઈકોર્ટે સરકારનો લીધો  ઉધડો

રાજકોટ ગેમ ઝોન કાંડમાં 28 લોકોના જીવ ગયા છે ત્યારે આ સમગ્ર મામલે પરિવારના લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. તેમજ એનઓસી લીધા વગર 4 વર્ષથી ચાલતા આ ગેમ ઝોનમાં કેમ તપાસ હાથ ધરવામાં ના આવી અને કેમ હજુ સુધી કોઈ કાર્યવાહી ના થઈ. જેને લઈને હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો, ત્યારે આ સમગ્ર મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે. આ બધાની વચ્ચે રાજકોટ સીપીની બદલી કરી દેતા નવા સીપીએ આજે ચાર્જ સંભાળ્યો છે.