હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા, જુઓ Video
બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે.
Kheda : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ (Salangpur Temple Controversy) સતત ઉગ્ર બની રહ્યો છે. આ મુદ્દે વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા છે અને કહ્યું કે માણસના રૂપમાં એક અસુરે મહારાજનું અપમાન કર્યું છે.
બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે. કારણ કે સાળંગપુર સ્વામીનારાયણના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
