AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad : ગઢડામાં ક્વોરીની મંજૂરી ન આપવા ગ્રામજનોની માગ, ખેતીમાં નુક્સાનની ભીતિ, જુઓ Video

Botad : ગઢડામાં ક્વોરીની મંજૂરી ન આપવા ગ્રામજનોની માગ, ખેતીમાં નુક્સાનની ભીતિ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 11:19 PM
Share

Botad : ગઢડાના પડવદર ગામે ક્વોરીનો વિરોધ કરાયો છે. પર્યાવરણ લોક સુનાવણીમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ક્વોરીની મંજૂરી ન આપવા ગ્રામજનોએ માગ કરી છે. ક્વોરી શરૂ થતા ખેતીમાં નુકસાન થવાની દહેશત વ્યક્ત કરાઈ છે.

Botad: જિલ્લાના ગઢડાના પડવદર ગામે સરકારી પડતર જમીનમાં ક્વોરીની લીઝ મંજૂર કરાઈ હતી. પરંતુ પડવદર ગામના લોકોએ આ પ્રોજેકટનો વિરોધ કર્યો છે. ક્વોરી શરૂ થાય તો પર્યાવરણ તેમજ ખેતીમાં નુકસાન થવાની દહેશત વ્યક્ત કરી છે, તેમજ કવોરી કામને લઈને ડસ્ટ ઉડવાના કારણે ગ્રામ્યજનોના આરોગ્યને ભારે અસર પહોંચશે. આ શબ્દો પડવદર ગ્રામજનોના છે.

ગ્રામજનોએ તંત્રને તેમજ કોર્ટમાં રજૂઆત કરી હતી જે અનુસંધાને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી તેમજ બોટાદ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ કવોરીની મંજૂરી ન આપવા જણાવ્યું હતું. જો મંજૂરી આપવામાં આવશે તો લોકઆંદોલન પણ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાનનું 100 ટકા વળતર ચૂકવવા ભારતીય કિસાન સંઘની માગ, જુઓ Video

કવોરીની મંજૂરી અપાશે તો ગ્રામજનોએ હિજરત અને આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. ગ્રામજનોની રજૂઆતનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યા બાદ યોગ્ય નિર્ણય લેવનું અધિકારીએ જણાવ્યું હતું. તો બીજી તરફ ક્વોરી શરૂ કરાશે તો ગ્રામજનોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

બોટાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">