AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad: સીરા ડોને VHP શહેર પ્રમુખને જાનથી મારી નાંખવાની આપી ધમકી, પોલીસે કરી ધરપકડ

Botad: સીરા ડોને VHP શહેર પ્રમુખને જાનથી મારી નાંખવાની આપી ધમકી, પોલીસે કરી ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 9:58 PM
Share

બોટાદમાં લાઉડ સ્પીકરનો વિવાદ વકર્યો છે. શહેરમાં ધાર્મિક સ્થળો પરથી સ્પીકર ઉતારી લેવાના મુદ્દે ધમકી આપવામાં આવી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા સીરા ડોને વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્ર માળીને મારી નાંખવાની ધમકી આપી છે.

Botad: બોટાદમાં લાઉડ સ્પીકરનો વિવાદ (Loudspeaker controversy) વકર્યો છે. શહેરમાં ધાર્મિક સ્થળો પરથી સ્પીકર ઉતારી લેવાના મુદ્દે ધમકી આપવામાં આવી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા સીરા ડોને (Sira Don) વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્ર માળીને મારી નાંખવાની ધમકી આપી છે. 5મેની બપોરે નાગલપર દરવાજા નજીક બોલાવી VHP શહેર પ્રમુખને ધંધુકા કિશન ભરવાડ જેવી ઘટના થશે તેવી સીરા ડોને ધમકી આપી હતી. આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ બોટાદ પોલીસે કુખ્યાત સીરા ડોનની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ધમકી આપનાર સીરા ડોન વિરુદ્ધ ભૂતકાળમાં અનેક ગુના નોંધાયેલા છે.

ધોલેરા SIR દ્વારા બનાવામાં આવી રહેલો રિવરફ્રન્ટ ખેતીની જમીન માટે નુકશાનકારક

કેન્દ્ર સરકાર દ્વારા ધોલેરા SIRને (Dholera SIR) સિંગાપુર જેવું સ્માર્ટ સીટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અમુક ગામોના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. ભડીયાદ-ધોલેરા વચ્ચે વરસાદી પાણીના નિકાલની મુખ્ય જગ્યા આવેલી છે. ધોલેરા SIR દ્વારા તેના પર જ આડો પાળો બનાવી રિવરફ્રન્ટ બનાવવાનો પ્લાન કરવામાં આવ્યો છે. જેના કારણે આગામી ચોમાસામાં ઉપરવાસના તમામ ગામોના વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થશે અને પાણીનો નિકાલ ન થતા આ પાણી ખેતીની જમીનમાં ભરાઈ રહે તેમ છે.

Published on: May 08, 2022 09:58 PM
g clip-path="url(#clip0_868_265)">