Botad: પહેલા ઓછા વરસાદે રડાવ્યા હવે સતત વરસતા ઠંડા પાણીને કારણે ખેડૂતો પાયમાલ થયા- Video

Botad: પહેલા ઓછા વરસાદે રડાવ્યા હવે સતત વરસતા ઠંડા પાણીને કારણે ખેડૂતો પાયમાલ થયા- Video

| Edited By: | Updated on: Sep 27, 2026 | 8:32 PM

બોટાદ જિલ્લામાં ધરતી પુત્રોની માઠી દશા બેઠી છે. પહેલા ઓછા વરસાદે ખેડૂતોને ચિંતામાં મુકી દીધા. હવે ખેતરોમાં સતત વરસાદનું ઠંડુ પાણી પડવાને કારણે ખેડૂતોને વ્યાપક પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ સતત ઠંડુ પાણી પડવાને કારણે કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.

બોટાદમાં વરસાદનું ઠંડુ પાણી પડવાથી ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું છે. ખાસ કરીને કપાસના પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સતત અને વરસાદનું ઠંડુનું પાણી પડવાથી કપાસના છોડને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત ખેતરોમાં રહેલો પાક સડી જવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, કપાસના પાક પાછળ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી તેમજ અન્ય ખેતી ખર્ચ મળીને મોટી રકમ ખર્ચવામાં આવી હતી. પરંતુ પાક તૈયાર થવાના તબક્કામાં જ વરસાદનું ઠંડુ પાણી પડવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે.

ખેડૂતોને અંદાજે 40 વીઘા જેટલો કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હોવાનો ખેડૂતોનો દાવો છે. એક તરફ કુદરતી આફતના કારણે પાકનું નુકસાન થયું છે. તો બીજી તરફ ખેતી પાછળ કરેલો ખર્ચ પણ પરત મળવાની આશા ઓછી થતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂતો દ્વારા નુકસાનગ્રસ્ત ખેતરોનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા પાક નુકસાનીનું યોગ્ય આકલન કરી નિયમ મુજબ સહાય અને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ

 

Follow Us
Loading...
Unable to load recommendations.