Botad: બોટાદનાં સાળંગપુર હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગારાયા, જુઓ VIDEO

| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:21 AM

હનુમાન દાદાના આ અદભુત દર્શન માટે દુર દુરથી ભક્તો ઉમટી પડ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ભક્તોએ દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો.

બોટાદ (Botad)નું સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર (Hanumanji temple) ખૂબ જ જાણીતુ છે. અહીંના મંદિરમાં દર્શન કરવાની શ્રદ્ધાળુઓમાં મોટી આસ્થા હોય છે. હનુમાનજી મંદિરમાં પણ ભક્તોને રોજ ભગવાનના અવનવા શણગાર દર્શનના લાભ મળતા હોય છે. ઉત્તરાયણના દિવસે પણ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ (Devout)ઓએ લાભ લીધો હતો.

હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગાર

માનવામાં આવે છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી. અહીં મંદિરમાં વાર-તહેવારે દાદાનો શણગાર કરાતો હોય છે. બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ઉત્તરાયણના દિવસે પણ હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાન દાદાના આ અદભુત દર્શન માટે દુર દુરથી ભક્તો ઉમટી પડ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ભક્તોએ દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો.

ગૌશાળામાં ગાય માતાનું કરાયુ પૂજન

સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના સામાન્ય દિવસો કરતા અલગ વિશેષ શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાય માતાનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જેથી મંદિરની ગૌશાળામાં સંતો-મહંતોએ ગાય માતાનું પૂજન કર્યું હતું અને પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ.

આ પણ વાંચોઃ

Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો

આ પણ વાંચોઃ

વડોદરા : સોખડા મંદિરના સંતોના વિવાદમાં ભક્તો બન્યા શિકાર, ગુંજન પટેલ અને કૃણાલ ઠક્કરને ટોળાએ માર માર્યો