Narmada : તહેવારો ટાણે બુટલેગરો બન્યા છે બેફામ ! એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ Video

Narmada : તહેવારો ટાણે બુટલેગરો બન્યા છે બેફામ ! એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 12, 2025 | 2:51 PM

ગુજરાતમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. નર્મદા જિલ્લાના સાગબારાની જ્યાં પોલીસે દારૂની હેરાફેરીના અનોખા કિમીયાનો પર્દાફાશ કર્યો. એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂ મળી આવ્યો છે.

ગુજરાતમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. નર્મદા જિલ્લાના સાગબારાની જ્યાં પોલીસે દારૂની હેરાફેરીના અનોખા કિમીયાનો પર્દાફાશ કર્યો. એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂ મળી આવ્યો છે. બુટલેગરોએ એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો.

એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂ !

આ દારૂને રાજસ્થાનના કરોલીથી અમદાવાદ લઈ જવાતો હતો. જો કે, ધનશેરા ચેકપોસ્ટ પોલીસે એમ્બ્યુલન્સની તપાસ કરી બુટલેગરોના કિમીયાને ઝડપી પાડ્યો. આ એમ્બ્યુલન્સમાંથી 3 લાખ 43 હજારથી વધુના વિદેશી દારૂ સાથે કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો હતો. તહેવારોના સમયે રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો પ્રતિદીન અવનવા કિમીયા અજમાવી રહ્યા છે. ત્યારે સાગબારા પોલીસે એમ્બ્યુલન્સમાંથી મોટી માત્રામાં દારૂ સાથે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો