Breaking News : અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જુઓ Video

Breaking News : અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જુઓ Video

| Edited By: | Updated on: Jan 05, 2026 | 5:00 PM

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે હડકંપ મચી ગયો છે. ધમકીને પગલે કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી ન્યાયાધીશો, વકીલો અને નાગરિકોને સુરક્ષિત બહાર કઢાયા હતા.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. આ ધમકી ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈમેલ મારફતે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઈમેલ મળતાની સાથે જ કોર્ટ પ્રશાસન દ્વારા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી.

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લઈ કોર્ટની તમામ કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં હાજર ન્યાયાધીશો, વકીલો, કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

ઘટનાની જાણ થતા જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓની ટીમો કોર્ટ પરિસરમાં તપાસ માટે પહોંચી હતી. સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષા દળો દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને ધમકી આપનાર વ્યક્તિ અથવા સંગઠન વિશે માહિતી મેળવવા સાયબર ક્રાઈમ અને પોલીસ વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ છે અને નાગરિકોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના પાંચ સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે, જાણવા માટે અહીં ક્લિક કરો..

Published on: Jan 05, 2026 04:52 PM