Rajkot Bomb Threat : રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જુઓ Video

Rajkot Bomb Threat : રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 26, 2024 | 5:05 PM

દેશમાં તહેવાર ટાણે દહેશત ફેલાવવા અને શાંતિ ડહોળવા માટે અનેક ગેંગ સક્રિય થતી હોય છે. અનેક વાર એરપોર્ટ, શાળા અને મોલને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે રાજકોટમાં દિવાળી સમયે જ 10 જાણીતી હોટલને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે. 

હાલમાં મળતી માહિતી મુજબ રાજકોટમાં 10 જાણીતી હોટલને મેઈલ વડે ધમકી મળી છે. મેઈલમાં જણાવવામાં આવ્યું છે કે હોટલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

રાજકોટની 5 સ્ટાર હોટલ સહિત 10 હોટેલને ધમકી આપતો મેઈલ આવ્યો. તમામ હોટલને એક સાથે ધમકીભર્યો મેઈલ મળ્યો. ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજન્સી સહિત હોટલને ધમકી મળી છે.

દિવાળી પહેલા ધમકીભર્યો મેઈલ મળતા ચકચાર મચી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ધમકીભર્યો મેઈલ કોણે કર્યો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.