Video : સુરતમાં વરાછા પોલીસના દરોડામાં ઝડપાયા 2 બોગસ તબીબ

| Edited By: | Updated on: Dec 13, 2024 | 10:18 PM

સુરતના વરાછા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી બે બોગસ ડોક્ટરો અને એક કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે. આ બંને ડોક્ટરો માત્ર ધોરણ 12 પાસ હતા અને ડિગ્રી વગર લાંબા સમયથી પ્રેક્ટિસ કરતા હતા.

સુરતમાં બોગસ તબીબની ધરપકડનો સિલસિલો યથાવત છે. વરાછા પોલીસના દરોડામાં ઝડપાયા 2 બોગસ તબીબ
2 બોગસ ડૉક્ટર અને એક કમ્પાઉન્ડરની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બોગસ તબબીના ક્લિનિક પરથી દવાનો જથ્થો પણ જપ્ત કર્યો હોવાની માહિતી સામે આવી છે. ધોરણ.12 પાસ બંને બોગસ ડૉક્ટર સગા ભાઇ હોવાનો ખુલાસો થયો છે. ડિગ્રી વગર લાંબા સમયથી વરાછામાં પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું.

Published on: Dec 13, 2024 10:18 PM