લંડનમાં રહસ્યમય મૃત્યુ પામેલ યુવકનો મૃતદેહ વતન પાટણ લવાયો, ત્રાસ ગુજારાતો હોવાની સામે આવી હતી ક્લીપ
પાટણ જિલ્લાના યુવકનુ લંડનમાં રહસ્યમય મોત નિપજ્યા બાદ તેનો મૃતદેહ વતન લવાયો છે. સ્ટુડન્ટ વિઝા મળતા ચાણસ્માના રણાસણ ગામનો યુવક મીત પટેલ અભ્યાસ માટે લંડન ગયો હતો. ત્યાં યુવકે આપઘાત કરી લીધો હોવાના સમાચાર વતનમાં મળ્યા હતા. જે બાદ યુવકના મોતને લઈ તપાસ કરવા અને તેના મૃતદેહને પરત મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ માટે વિદેશ મંત્રાલયની પણ મદદ મેળવવામાં આવી હતી.
પાટણ જિલ્લાના યુવક મીત પટેલનુ થોડાક દિવસ અગાઉ લંડનમાં રહસ્યમય મોત નિપજ્યુ હતુ. યુવકના મોતને પગલે ચાણસ્માના રણાસણ ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. યુવકના મોત અગાઉ કેટલીક ઓડીયો ક્લીપ શેર કરવામાં આવી હતી. જે ક્લીપમાં તેને ત્રાસ અપાઈ રહ્યો હોવાનુ જણાતુ હતુ, તેમ જ તે કંટાળી ગયો હોવાની વાત કરી હતી.
મૃત્યુ અગાઉની ઓડીયો ક્લીપમાં તે અહીં એટેલે કે લંડનમાં ફસાઈ ગયો હોવાની વાત કરી રહ્યો હતો. જેમાં તેની પાસે હવે કોઈ રસ્તો નહીં હોવાનુ કહીને માતા-પિતાની માફી માંગતો હતો. મીતના મોત બાદ હવે 19 દિવસે તેનો મૃતદેહ વતન ચાણસ્મા પહોંચ્યો છે. યુવકના મૃતદેહને વતન લાવવા માટે સ્થાનિક સાંસદ દ્વારા વિદેશ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 08, 2023 06:27 PM