AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video : ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકામાં અંધારપટ, વોટર વર્કસનું વીજ કનેક્શન કપાતા પ્રજાને હાલાકીનો સામનો કરવો પડશે, જુઓ Video

Gujarat Video : ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકામાં અંધારપટ, વોટર વર્કસનું વીજ કનેક્શન કપાતા પ્રજાને હાલાકીનો સામનો કરવો પડશે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:32 AM
Share

ઉનાળાના પ્રારંભે વોટર વર્કસનું વીજ કનેક્શન કપાતા લોકોને પાણી નહીં મળે. જેના કારણે સ્થાનિકોને પાણીને લઈ હાલાકીનો સામનો કરવો પડશે.

ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકાનું વીજ કનેક્શન કપાયું હોવાની ઘટના સામે આવી છે. વલ્લભીપુર પાલિકાનું 95 લાખ રૂપિયાનું વીજ કનેક્શન બાકી હતું. આ મુદ્દે વારંવાર નોટિસ આપવા છતા બિલ ભરવામાં આવ્યું ન હતું. PGVCLએ આ અંગે કડક કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : Auction Today : ભાવનગરમાં જીયા ઇકો પ્રોડક્ટ કંપનીની પ્લાન્ટ અને મશીનરીની ઇ-હરાજી , જાણો વિગતો

ઉનાળાના પ્રારંભે વોટર વર્કસનું વીજ કનેક્શન કપાતા લોકોને પાણી નહીં મળે. જેના કારણે સ્થાનિકોને પાણીને લઈ હાલાકીનો સામનો કરવો પડશે. વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના અંધેર વહીવટના કારણે હાલ તો પાલિકામાં જ અંધારપટ છવાઈ ગયો છે.

બોરસદ પાલિકાનું વીજ જોડાણ કપાયું

આ અગાઉ આણંદની બોરસદ પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં પાલિકાનું 2 કરોડ 72 લાખનું વીજ બીલ બાકી હોવાથી ગત રાત્રિએ શહેરની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં બાકી બીલને લઇને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું હતુ. જો કે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાતા શહેરમાં અંધારપટ થતા બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકીએ મધ્યસ્થી કરી હતી.તેમની મધ્યસ્થી બાદ બે કલાકમાં જ વીજ પુરવઠો પુન: શરૂ કરાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">