Breaking News : કચ્છ-બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામમાં બ્લેકઆઉટ જાહેર

Breaking News : કચ્છ-બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામમાં બ્લેકઆઉટ જાહેર

| Edited By: | Updated on: May 09, 2025 | 10:34 PM

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પાકિસ્તાન દ્વારા ડ્રોન છોડવામાં આવી રહ્યાં છે.આજે ત્રીજા દિવસે પણ પાકિસ્તાને કચ્છ વિસ્તારમાં ડ્રોન છોડયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેના પગલે, ભારતીય સુરક્ષા પ્રણાલીએ પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ તોડી પાડ્યુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામમા બ્લેક આઉટ જાહેર કરાયુ છે. 

પાકિસ્તાન દ્વારા સતત ત્રીજા દિવસે ગુજરાતથી લઈને કાશ્મીર સુધીની આતંરરાષ્ટ્રીય સરહદ પર કરવામાં આવી રહેલા ડ્રોન અને મિસાઈલ મારાને લઈને, ગુજરાતના બે જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના પાકિસ્તાન સરહદે આવેલા ગામોમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના તમામે તમામ ગામમાં સાવચેતીના ભાગરુપે બીજી સુચના આપવામાં ના આવે ત્યા સુધી બ્લેક આઉટ રાખવાની જાહેરાત ખુદ જિલ્લા કલેકટરે કરી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પાકિસ્તાન દ્વારા ડ્રોન છોડવામાં આવી રહ્યાં છે.આજે ત્રીજા દિવસે પણ પાકિસ્તાને કચ્છ વિસ્તારમાં ડ્રોન છોડયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેના પગલે, ભારતીય સુરક્ષા પ્રણાલીએ પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ તોડી પાડ્યુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામમા બ્લેક આઉટ જાહેર કરાયુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો