પાલનપુર RTO ઓવરબ્રિજનું કામ ફરીથી બ્લેકલિસ્ટ કંપનીએ જ શરુ કર્યુ, સર્જાયા સવાલ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં RTO સર્કલ પર ઓવરબ્રિજ નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બ્રિજનો ગડર ધરાશાયી થતા 2 લોકોના મોત નિપજ્યા હતા. જોકે હવે અધૂરા રહેલા બ્રિજને પૂર્ણ કરવા માટે હવે ફરીથી બ્લેક લિસ્ટ કરવામાં આવેલ કંપનીને જ ફરીથી કામ સોંપવામાં આવ્યું છે.
પાલનપુર શહેરમા RTO સર્કલ પર નિર્માણ થઇ રહેલ ઓવરબ્રિજનો ગડર ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગત ઓક્ટોબર માસમાં ઘટેલી આ ઘટનાને પગલે એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધવામા આવી હતી. જોકે હવે આ દરમિયાન અધૂરા ઓવરબ્રિજનું કામ ફરીથી શરુ કરવામાં આવ્યુ છે. જેમાં ફરીથી એજ એજન્સીએ કામ શરુ કર્યુ છે, જે એજન્સી પર બેદરકારીના સવાલો ઉઠ્યા હતા.
આ પણ વાંચો: બોલો, 8 પાસ નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ MBBS! કડી અને દાંતીવાડામાં બોગસ તબીબ ઝડપાયા
એટલે કે હાલ એજન્સીએ 6 ગડર ફરીથી નિર્માણ કરવા માટેની કામગીરી શરુ કરી છે. તૂટી પડેલા ગડરના સ્થાને હવે નેશનલ હાઇવે ઓથોરિટીએ ફરીથી એજન્સીને કામ સોંપ્યું છે અને હવે એ જ મૂળ જૂની એજન્સી દ્વારા આ કામગીરી શરુ કરવામાં આવી છે. જેને લઈ હવે સવાલો ઉઠવા લાગ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos