Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી ! ચાંદખેડા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી તપાસ હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: Jan 19, 2025 | 10:12 AM

અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. જેના કારણે કેટલાક તત્વો દ્વારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેની ઈન્ડીયા ટુર પર છે. કોલ્ડ પ્લેનો ક્રેઝ ભારતમાં વધારે હોવાથી કોન્સર્ટની જાહેરાત થતા જ ઓનલાઈન ટિકિટનું વેચાણ કરતી સાઈટ પણ ક્રેશ થઈ ગઈ હતી. ત્યારે કેટલાક લોકો કોલ્ડપ્લેની ટિકીટ મેળવવા માટે કંઈક જુગાડ કરી રહ્યાં છે. જેનો ગેરલાભ કેટલાક લોકો લઈ રહ્યાં છે. અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. જેના કારણે કેટલાક તત્વો દ્વારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.

પોલીસે આરોપીની કરી પુછપરછ

અમદાવાદના ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અક્ષય પટેલ પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી આવી છે. 2500 રુપિયાની 4 અને 4500 રુપિયાની 2 ટિકિટ મળી આવી છે. 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળા બજારી કરતો હોવાનું સામે આવ્યું છે. અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી. પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.