ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને તાલુકાનો લુખ્ખો કહ્યો – જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 28, 2026 | 2:26 PM

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું છે કે, ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં નર્મદા જિલ્લાને બદનામ કરી દીધો છે. ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરે છે.

ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેની રાજકીય દુશ્મનાવટ કોઈથી છુપી નથી. બન્ને જ્યારે પણ સમય અને તક મળે ત્યારે એક બીજા પર શાબ્દિક હુમલાઓ કરે છે. આ વખતે, મનસુખ વસાવાએ, અબબબબને લઈને ચૈતર વસાવા ઉપર આકરા વાકપ્રહારો કર્યા છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું છે કે, ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં નર્મદા જિલ્લાને બદનામ કરી દીધો છે. ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરે છે. બધા ને અબબઅબ બોલાવડાવે છે અને પાછો આને આદિવાસી ઓળખ આપે છે,કહે છે કે આ અબબબબબ એ તો આદિવાસીની ઓળખ છે.

મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, ગામમાં લુખ્ખો ડામિસ હોય તે જ અબબબબ કરે. મનસુખ વસાવાએ પૂર્વ સાંસદની દીકરીને પણ આડેહાથે લેતા કહ્યું કે, પેલી બેન માજી સાંસદની છોકરી તે પણ બધા પાસે અબબ બોલાવીને આદીવાસી સમાજ ને ક્યા લઈ જવા માંગે છે. આમની સામે બધાએ બોલવું પડશે. નહિતર આ લોકો બધાને જ અબબબબ કરાવશે.

અફીણની ખેતી કાયદેસર છે તો પોલીસ કેમ દરોડા પાડીને પકડે છે ? શું છે સરકારી નિયમો ?