મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ વીડિયો

|

Jul 27, 2024 | 9:01 AM

નીતિન પટેલે કહ્યું હતુ કે, કડી માર્કેટયાર્ડ લગભગ છેલ્લા 40 વર્ષથી ભાજપ હસ્તક છે. આ ચૂંટણી પણ લગભગ સર્વાનુમતે બીનહરીફ થઈ હતી. એક ઉમેદવાર કોંગ્રેસના ઉભા રહેલા તેઓનો પરાજય થયેલો આમ આખુય બોર્ડ ભાજપનું રહ્યું છે.

મહેસાણા કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ હતી. ચેરમન પદે ભાજપના ગોવિંદ પટેલ ચૂંટાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન પદે હિંમાશુ ખમારની પસંદગી કરવામાં આવી હતી. અઢી વર્ષ માટે આ પદ માટે બંનેને ચૂંટવામાં આવ્યા હતા. જોકે અઢી વર્ષ બાદ હિમાંશુ પટેલને ચેરમેન પદ આપવામાં આવશે, જ્યારે અન્ય સભ્યને વાઈસ ચેરમેન પદ માટે પસંદગી કરવામાં આવશે.

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને કડી માર્કેટયાર્ડના સભ્ય નીતિન પટેલે કહ્યું હતુ કે, કડી માર્કેટયાર્ડ લગભગ છેલ્લા 40 વર્ષથી ભાજપ હસ્તક છે. આ ચૂંટણી પણ લગભગ સર્વાનુમતે બીનહરીફ થઈ હતી. એક ઉમેદવાર કોંગ્રેસના ઉભા રહેલા તેઓનો પરાજય થયેલો આમ આખુય બોર્ડ ભાજપનું રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video