Mehsana: ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને અજમલજી ઠાકોરે કોરોના નિયમોના ઉડાવ્યા ધજાગરા, નેતાઓ પર કેમ નથી થતી કાર્યવાહી?
નાઈટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા. જાણે ભાજપ નેતાઓ આ ટુર્નામેન્ટમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
મહેસાણા (Mehsana)ના ખેરાલુમાં કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા છે. ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ટુર્નામેન્ટ (night Tournament) દરમિયાન ભાજપના નેતાઓએ (BJP leader) કોરોનાના નિયમો (Corona rules)ને નેવે મુક્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.
મહેસાણાના ખેરાલુમાં યોજાયેલા કાર્યક્રમના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને અજમલજી ઠાકોરની હાજરીમાં નિયમોનો કેવી રીતે સરેઆમ ભંગ થઈ રહ્યો છે. મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુનામેન્ટના ઓપનિંગ કાર્યકમમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉમટ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યાં હતા.
નાઈટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જાણે ભાજપ નેતાઓ આ ટુર્નામેન્ટમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર અને અજમલજી ઠાકોરની હાજરી હતી. ભાજપના નેતાઓને જાણે કોરોનાના નિયમોની પડી જ ન હોય તેવુ લાગ્યુ. આ કાર્યક્રમમાં જ્યારે કોરોનાના નિયમ તૂટ્યા ત્યારે પોલીસે શુ કામગીરી કરી તેના પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
એક તરફ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. બીજી તરફ નેતાઓ જ કોરોનાના નિયમોનું પાલન કરતા નથી અને પ્રજા પાસેથી નિયમોના પાલનની અપેક્ષાઓ રાખે છે. અલ્પેશ ઠાકોરના નિયમ ન પાળવા પર કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી. ત્યારે જાણે પ્રજા અને નેતાઓ માટે નિયમો શું અલગ છે તેવા સવાલો ઊભા થઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ RAJKOT : ખોડલધામ પાટોત્સવની રૂપરેખામાં મોટો ફેરફાર, કોરોના ગાઇડલાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન
આ પણ વાંચોઃ રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા, ખેડૂતોમાં ચિંતાનો માહોલ