RAJKOT : ખોડલધામ પાટોત્સવની રૂપરેખામાં મોટો ફેરફાર, કોરોના ગાઇડલાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન

નોંધનીય છેકે પાટોત્સવમાં લોકોને એકઠા કરવા કે નહીં તેને લઇને ટ્રસ્ટીગણોમાં મુંજવણ હતી. પરંતુ રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે આ અંગે બેઠક કરી હતી. અને, કોરોનાને લઇને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 12:34 PM

ખોડલધામ પાટોત્સવને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખોડલધામની પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ગાઇડલાઇન અનુસાર જ કાર્યક્રમ યોજાશે તેવું નરેશ પટેલે જણાવ્યું છે. નોંધનીય છેકે ખોડલધામ પાટોત્સવને લઇને 80 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને, કાર્યક્રમમાં 25થી 30 લાખ લોકોના આગમનનું આયોજન હતું. હાલના સંજોગોમાં કોરોના કેસ વધતા કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. કાર્યક્રમનું મોટાભાગનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી થશે અને અલગ-અલગ ગામોમાં સ્ક્રિન મુકીને આયોજન કરવામાં આવશે.

ખોડલધામ પાટોત્સવના કાર્યક્રમમાં મોટો ફેરફાર, પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ

આ સાથે જ ખોડલધામ પાટોત્સવમાં મહાસભાના આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને, મહાસભાની નવી તારીખ હવે નક્કી કરાશે. એટલે કે મહાસભાનો કાર્યક્રમ હાલ પુરતો સ્થગિત કરવામાં આવ્યો છે. આ સાથે આ કાર્યક્રમમાં કોઇ વીઆઇપીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અને, 400 લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. આ સાથે 108 કુંડી યજ્ઞના બદલે 1 મહાયજ્ઞ કરાશે. આ સાથે પત્રકાર પરિષદમાં રાજકારણમાં પ્રવેશ અંગેના સવાલોના જવાબમાં કહ્યું કે હું મારો વ્યક્તિગત મત અત્યારે વ્યક્ત નહીં કરું.

નોંધનીય છેકે પાટોત્સવમાં લોકોને એકઠા કરવા કે નહીં તેને લઇને ટ્રસ્ટીગણોમાં મુંજવણ હતી. પરંતુ રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે આ અંગે બેઠક કરી હતી. અને, કોરોનાને લઇને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. પાટોત્સવમાં હવે 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરાશે. સમાજના લોકો ઓનલાઈનના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકે તેવું આયોજન છે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ પાટીદાર સમાજ જોગ સંબોધન કરી શકશે.

આ પણ વાંચો : રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આ પણ વાંચો : Ahmedabad: હોસ્પિટલમાં દાખલ થનારા કોરોના દર્દીઓની સંખ્યા વધી, જાણો કેટલી હોસ્પિટલમાં કેટલા દર્દી છે દાખલ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">