Breaking News : ભાજપને ગાંધીજી પ્રત્યે ભારે સૂગ, ગાંધી વિચારો ખતમ કરવા મનરેગાનું G RAM G કર્યું, કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ કરશે : અમિત ચાવડા
કેન્દ્રની મોદી સરકાર દ્વારા મનરેગાનું નામ બદલીને G RAM G ( જી રામ જી) કરવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દેશભરમાં ભાજપ સરકાર સામે આંદોલન કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે જી રામ જીને લઈને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે, ભાજપને મહાત્મા ગાંધી પ્રત્યે ભારે સૂગ છે. ભાજપને ગાંધીજીના નામથી એલર્જી છે. ગાંધીજીના વિચારોને ખતમ કરવા ભાજપ માંગે છે. આથી જ કેન્દ્રની મોદી સરકારે ગુજરાતના ગાંધીજીનું નામ યોજનામાંથી હટાવ્યુ છે. મનરેગાનુ નામ બદલતા પૂર્વે, કેન્દ્ર સરકારે કોઈપણ રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધી નથી. રાજ્ય સરકારનો મત જાણ્યા વિના જ યોજનાનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ સારી નહીં હોય તો રોજગારનો અધિકાર છીનવાઈ જશે. ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં મનરેગા હેઠળ માત્ર 42 થી 46 દિવસ જ રોજગાર અપાયો હતો.
અમિત ચાવડાએ એમ પણ જણાવ્યું છે કે, મનરેગાને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવા કોંગ્રેસે માંગ કરી છે. 25 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ મનરેગા જાગૃતિ અને G RAM G નો વિરોધ કરતા કાર્યક્રમો કરશે. વિશ્વમાં સૌથી વધુ રોજગાર આપનાર યોજના મનરેગા હતી. કોરોનામાં 70 લાખથી વધુ લોકોને 100 દિવસથી વધુની રોજગારી આપી છે. મનરેગાના કારણે 26 ટકા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 2014 બાદ ભાજપ સરકારે રોજગારી નથી આપી પરંતુ રોજગારીનો કાયદાકીય અધિકાર છીનવાયો છે.