ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના પ્રવાસમાં ફેરફાર, 3 દિવસના બદલે હવે 1 દિવસના પ્રવાસે આવશે જે. પી. નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના પ્રવાસમાં ફેરફાર, 3 દિવસના બદલે હવે 1 દિવસના પ્રવાસે આવશે જે. પી. નડ્ડા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 3:16 PM

ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (J. P. Nadda) ત્રણ દિવસના બદલે હવે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. આ અગાઉ તેમનો ગુજરાતમાં ત્રણ દિવસ પ્રવાસનો કાર્યક્રમ હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ના પગલે રાજ્યમાં તમામ રાજકીય (Political) પક્ષોની ચહેલ પહેલ વધી ગઈ છે, પણ સૌથી વધુ મહેનત ભાજપ કરી રહ્યુ છે. ભાજપ (BJP) ના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે.ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (J. P. Nadda) પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 29 એપ્રિલથી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. જે. પી. નડ્ડાના અગાઉના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ત્રણ દિવસના બદલે હવે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. આ અગાઉ તેમનો ગુજરાતમાં ત્રણ દિવસ પ્રવાસનો કાર્યક્રમ હતો. હવે 29 એપ્રિલના રોજ એક જ દિવસ જે પી નડ્ડા ગુજરાતમાં રહેશે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપના પદાધિકારીઓ અને સગંઠનના નેતાઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ પ્રધાનમંડળના સભ્યો સાથે પણ બેઠક કરશે..બેઠક પૂર્ણ કર્યા બાદ જે પી નડ્ડા રાત્રે વડોદરાથી દિલ્લી જવા રવાના થશે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ કેન્દ્રીય નેતાઓની અવર-જવર વધી ગઈ છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા અને ત્યારે તેમણે રાજ્યના લોકોને મોટી ભેટ આપી હતી. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આંટાફેરા પર વધી ગયા છે.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે. ત્યારે વર્તમાનમાં ગુજરાતમાં ભાજપની સત્તા છે. ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીનું રેગિંગ

આ પણ વાંચોઃ આપ અને BTP ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે, બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 26, 2022 06:36 PM
g clip-path="url(#clip0_868_265)">