Cyclone Biparjoy Video: બનાસકાંઠાના ઢોલિયા ગામની શાળાની દિવાલ તૂટી પડી, પોલીસ ચોકીના પતરા પણ ઉડ્યા, જૂઓ Video

Cyclone Biparjoy Video: બનાસકાંઠાના ઢોલિયા ગામની શાળાની દિવાલ તૂટી પડી, પોલીસ ચોકીના પતરા પણ ઉડ્યા, જૂઓ Video

| Edited By: | Updated on: Jun 17, 2023 | 9:08 AM

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઢોલીયા ગામમાં શાળાની દિવાલ ધરાશાયી થઇ છે. ભારે પવન અને વરસાદને કારણે શાળાની દિવાલ ધરાશાયી થઇ છે.

Banaskantha : બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસરથી વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના થરાદ, લાખણી, ભાભર સહિતના તાલુકામાં ભારે વરસાદ છે. મોડીરાતે અતિભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસર અતિભારે પવન ફૂંકાતા મોટાપાયે નુકસાન થયુ છે.

આ પણ વાંચો- Cyclone Biporjoy: બનાસકાંઠામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી, કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઢોલીયા ગામમાં શાળાની દિવાલ ધરાશાયી થઈ છે. ભારે પવન અને વરસાદને કારણે શાળાની દિવાલ ધરાશાયી થઈ છે. અમીરગઢ તાલુકાના કપાસિયા ઘાટા પોલીસ ચોકીના પતરા ઉડ્યા છે. બનાસકાંઠામાં અલગ અલગ તાલુકાઓમાં 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 17, 2023 08:48 AM