બીલીમોરામાં વરસાદી તાંડવ…. અંબિકા-કાવેરી નદી ઉફાણે, 5 હજાર લોકો પ્રભાવિત – જુઓ Video

બીલીમોરામાં વરસાદી તાંડવ…. અંબિકા-કાવેરી નદી ઉફાણે, 5 હજાર લોકો પ્રભાવિત – જુઓ Video

| Updated on: Jul 22, 2026 | 4:32 PM

નવસારીના બીલીમોરામાં ભારે વરસાદ અને અંબિકા તેમજ કાવેરી નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના દેસરા, બંદર રોડ અને ધોબી તળાવ જેવા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થતાં 5 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થતાં બીલીમોરા શહેર ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયું છે.

નદીઓના પાણી શહેરમાં ફરી વળતાં દેસરા, બંદર રોડ, ધોબી તળાવ, આઇસ ફેક્ટરી વિસ્તાર તેમજ જીવન જ્યોત અપાર્ટમેન્ટ નજીકના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પૂરના કારણે 5 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેને પગલે પરિસ્થિતિ ગંભીર બનતાં સમગ્ર બિલિમોરા શહેરની સ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. સ્થળ પર NDRF અને SDRF ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ટીમ દ્વારા પ્રભાવિત અને નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 25 થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

દેસરા સહિતના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પ્રભાવિત સ્થાનિકો માટે સ્થળાંતરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે વરસાદી સિસ્ટમને લઈને કરી આગાહી

Follow Us