પ્રાંતિજના સાદોલીયા નજીક બેફામ બનેલા ડમ્પરે બાઈકને અડફેટે લીધું, એકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પર ટ્રકના ચાલકે બેફિકરાઈથી હંકારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અન્ય યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાંતિજના સાદોલીયા નજીક રેતી હેરફેર કરતા બેફામ દોડતા ડમ્પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. ડમ્પર ટ્રકના ચાલકે બેફિકરાઈથી હંકારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.
બાઈક ચાલક યુવાન ચેતનસિંહ ભવાનસિંહ રાઠોડને ત્રણ વર્ષનો પુત્ર છે અને પત્ની ગર્ભવતી છે. આમ ચેતનસિંહના પરિવાર સહિત વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ચૂક્યો છે. જ્યારે અરવિંદસિંહ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: T20 World Cup: ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલ પહેલા બાર્બાડોસમાં વરસાદ, મેચ ધોવાઈ જાય તો ટ્રોફી કોને મળશે? જાણો
Published on: Jun 29, 2024 05:11 PM