Gandhinagar : રાજ્યના શિક્ષણ અંગે મોટા સમાચાર, રાજ્યના દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનશે
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા શિક્ષકોની નિયમિત હાજરી અંગે નજર રખાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગથી શાળા અને શિક્ષણના ડેટા એકત્ર થશે. દર વર્ષે લગભગ 500 કરોડથી વધુ ડેટા એકત્ર થશે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડેટાનો અભ્યાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી નોંધવામાં આવશે.
Gandhinagar : શિક્ષણને (Education) વધુ ગુણવત્તાસભર બનાવવા રાજય સરકાર વધુ એક પ્રયાસ હાથ ધરશે. ગુજરાતના દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનશે. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત દરેક જિલ્લામાં કેન્દ્ર બનશે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષકો માટેની કામગીરી કરવામાં આવશે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઓનલાઈન રીયલ ટાઇમ મોનીટરીંગની વિગતો મેળવવામાં આવશે તેમજ શિક્ષણનું ઓનલાઈન સર્વગ્રાહી મોનીટરીંગ થશે.
આ ઉપરાંત શિક્ષકોની નિયમિત હાજરી અંગે નજર રખાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગથી શાળા અને શિક્ષણના ડેટા એકત્ર થશે. દર વર્ષે લગભગ 500 કરોડથી વધુ ડેટા એકત્ર થશે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડેટાનો અભ્યાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી નોંધવામાં આવશે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રથી દરેક ધોરણનું પરિણામ સુધરશે તો ગુજરાતમાં વિદ્યા કેન્દ્રથી શિક્ષણનું સ્તર વધશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કામ ડિઝીટલ બનશે. વિદ્યાર્થી ગેરહાજર કે હાજર તેની ખબર પડી જશે.
