ચોમાસું માથે છતાં પાલનપુર પાલિકા ઘોર નિદ્રામાં, પ્રી-મોન્સૂન કામગીરી ગોકળગતિએ થતાં સ્થાનિકોમાં રોષ

| Edited By: | Updated on: May 27, 2026 | 9:09 PM

પાલનપુરમાં ચોમાસા પહેલાં થનારી નાળા સફાઈની ઢીલી કામગીરીથી રહીશો પરેશાન છે. ગંદકી અને કાદવના કારણે રોગચાળાનો ભય છે, જ્યારે પાલિકાના સત્તાધીશો કામગીરીના આંકડામાં જ અંદરોઅંદર ગૂંચવાયા છે.

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રી-મોન્સૂન તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદી સીઝન નજીક હોવા છતાં શહેરમાં પ્રી-મોન્સૂનની કામગીરી અત્યંત ગોકળગતિએ ચાલી રહી છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટરો અને મુખ્ય નાળાઓની યોગ્ય સફાઈ થઈ નથી. રહીશોનો આરોપ છે કે વર્ષમાં માત્ર એક જ વાર સફાઈ થાય છે અને ગટરનો કાઢેલો કાદવ-કચરો રસ્તા પર જ છોડી દેવાતો હોવાથી મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવવાની ભીતિ સર્જાઈ છે. જો સમયસર નિકાલ નહીં થાય, તો નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જશે.

બીજી તરફ, આ ગંભીર મુદ્દે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નિવેદનોમાં મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. પાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ હજુ માંડ 10 થી 15 ટકા જ કામગીરી થઈ છે, જ્યારે ઉપપ્રમુખનો દાવો છે કે 30 થી 35 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે, અધિકારીઓ કહી રહ્યા છે કે બધું કામ નિયત ગાઈડલાઈન મુજબ જ ચાલે છે અને આગામી 10 થી 15 દિવસમાં મુખ્ય નાળા તેમજ ચેમ્બરો સાફ કરી દેવાશે. સત્તાધીશો ગમે તે દાવા કરે, પણ તંત્રની આ લાપરવાહીથી જનતા રામભરોસે મુકાઈ છે.

LPGના સસ્તા વિકલ્પ સામે એથેનોલ સ્ટવ ! સોશિયલ મિડીયામાં કર્યો પ્રધાનપુત્રને ફાયદો કરવાનો આક્ષેપ

Follow Us