સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ ! લક્ઝુરિયસ કાર લઈને ફેરવેલ પાર્ટીમા પહોચ્યાં-Video
સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી છેલ્લાં ઘણાં સમયથી ચિંતાનજક દ્રશ્યો સામે આવી રહ્યા છે. અગાઉ ગોડાદરામાં ફેરવેલ પાર્ટીના નામ પર લક્ઝુરિયસ કાર સાથે શાળાના વિદ્યાર્થીઓ સીન સપાટા કરતા જોવા મળી રહ્યા છે. જે બાદ હવે ભેસ્તાનના સ્કૂલના વિદ્યાર્થીઓનો વીડિયો હાલ વાયરલ થયો છે.
સુરતમાં કાર પર સ્ટન્ટ કરવાનો ક્રેઝ વધ્યો છે અગાઉ સુરતની એક શાળાના 12 ધોરણના વિદ્યાર્થીઓ કારમાં સીન સપાટા સાથે ફેરવેલ પાર્ટીમાં પહોચવાનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ હવે આવી જ ઘટના સુરતના ભેસ્તાનમાં સામે આવી છે.
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટા
મીડિયા રિપોર્ટ મુજબ ભેસ્તાનની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ફેરવેલ પાર્ટી બાદ કારમાં સીન સપાટા કરતા દેખાયા હતા. જેનો વીડિયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે
અગાઉ 30-30 ગાડીઓ સાથે વિદ્યાર્થીઓએ કર્યા સીન સપાટા
સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી છેલ્લાં ઘણાં સમયથી ચિંતાનજક દ્રશ્યો સામે આવી રહ્યા છે. અગાઉ ગોડાદરામાં ફેરવેલ પાર્ટીના નામ પર લક્ઝુરિયસ કાર સાથે શાળાના વિદ્યાર્થીઓ સીન સપાટા કરતા જોવા મળી રહ્યા છે. જે બાદ હવે ભેસ્તાનના સ્કૂલના વિદ્યાર્થીઓનો વીડિયો હાલ વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ આ તમામ વિદ્યાર્થીઓ 17-18 વર્ષની ઉંમરના છે તમામ વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટીના બહાને લક્ઝુરીઅસ કાર સાથે સીન સપાટા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ અંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ આપી છે. ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે આદેશ.
BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી કાર લઈને કર્યા સ્ટન્ટ
વીડિયો વાયરલ થયા સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બે અલગ-અલગ ગુના દાખલ કરી કાર ચલાકોને સકંજામાં લીધાં છે. બે લક્ઝુરિયસ કાર પણ કબજે કરવામાં આવી છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી 30 જેટલી લકઝરી કારની રેલી અને સ્ટંટબાજી કરી વીડિયો બનાવ્યો હતો
જોકે હવે રાહતની વાત એ છે કે પાલ પોલીસે વિદ્યાર્થીઓના વાલીઓ સામે ટ્રાફિક નિયમ ભંગ મુજબ કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે..પાલ પોલીસે ટ્રાફિક નિયમો મુજબ 184, 177, 207 કલમો હેઠળ નોંધ પાડી એક્શન લીધા છે