Vadodara Video : ભાયલીમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, VMCએ 2 આરોપીના મકાન ગેરકાયદેસર હોવાની નોટિસ ફટકારી
વડોદરા ભાયલીમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે કોર્ટમાં રિમાન્ડ અરજીમાં ખુલાસો કર્યો છે. પીડિતા ગરબા રમવા ગઈ હોવાનો ખુલાસો થયો હતો. પીડિતા ચણિયાચોળી પહેરીને તેના મિત્ર સાથે બેસી હતી.
વડોદરા ભાયલીમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે કોર્ટમાં રિમાન્ડ અરજીમાં ખુલાસો કર્યો છે. પીડિતા ગરબા રમવા ગઈ હોવાનો ખુલાસો થયો હતો. પીડિતા ચણિયાચોળી પહેરીને તેના મિત્ર સાથે બેસી હતી. મેદાનમાં કાદવ કીચડ હોવાથી પીડિતા અને તેનો મિત્ર શાંત જગ્યાએ બેસ્યા હોવાનો ખુલાસો થયો છે. જિલ્લા પોલીસ વડાએ પીડિતા ગરબા રમવા ન ગઈ હોવાનું નિવેદન આપ્યું હતુ. પીડિતા નોર્મલ ડ્રેસમાં હોવાનો પણ પોલીસે દાવો કર્યો હતો.
2 આરોપીના મકાન ગેરકાયદેસર હોવાની આપી નોટિસ
વડોદરા કોર્પોરેશને પણ કડક કાર્યવહી હાથ ધરી છે. વડોદરા કોર્પોરેશને ગેંગરેપના 2 આરોપીના મકાન ગેરકાયદેસર હોવાની નોટિસ ફટકારી છે. મન્ના અને મમતાજ ઉર્ફે આફતાબના ઘરે પાલિકાએ નોટિસ લગાવી છે. આ સાથે પાલિકાએ જવાબ રજૂ કરવા માટે 3 દિવસનો સમય આપ્યો છે.
Latest Videos