ભાવનગર: લગ્ન પ્રસંગમાં વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલમાં યુવકનું સારવાર દરમિયાન મોત- વીડિયો

| Edited By: | Updated on: Mar 21, 2024 | 10:49 PM

ભાવનગરમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે. મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદન આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ભાવનગરમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં નાચવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી અને આ હુમલામાં ઘાયલ થયેલ યુવકનું સારવાર દરમિયાન મોત થયુ. મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મૃતક વિશાલના મોટાઊભાઈ કિશન ઉર્ફે ગેરી અનંત ચૌહાણને લગ્નમાં વરઘોડામાં નાચવા બાબતે આલોક ડાભી નામના શખ્સ સાથે બબાલ થઈ હતી.

વરઘોડાની બબાલનો ખાર રાખી આરોપીએ કર્યો હુમલો

આ વાતનો ખાર રાખી આરોપીએ રાત્રે કિશનના ઘરે જઈને નાના ભાઈ વિશાલ પર છરી અને લોખંડના પાઈપથી હુમલો કર્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિશાલનું સરટી હોસ્પિટલમાં છ દિવસની સારવાર બાદ મોત થયુ છે. આરોપીની ધરપકડ બાદ ખુલાસો થયો હતો કે હત્યાને અંજામ આપવામાં ત્રણ નહીં પરંતુ 8 જેટલા શખ્સો સામેલ હતા. પોલીસે અન્ય આરોપીઓને ઝડપવા કામગીરી શરૂ કરી છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: ગુજરાત કોંગ્રેસના વધુ 11 ઉમેદવારોના નામ જાહેર, અમિત ચાવડા, જેની ઠુમ્મર, કાળુસિંહ ડાભી, નિલેશ કુંભાણી, જે.પી. મારવિયાને ટિકિટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો