Bhavnagar: ફ્લાયઓવર મળશે પણ ક્યારે, માથાનો દુખાવો બની રહી છે રેલ્વે ફાટક

| Edited By: | Updated on: Aug 18, 2022 | 5:28 PM

રેલવે ફાટક ઉપર ટ્રેનોની સતત આવનજાવન વચ્ચે વીસથી  પચ્ચીસ મિનિટ અને ક્યારેક તો અડધો કલાકથી વધારે સમય સુધી સુધી વાહનચાલકો ટ્રાફિક જામમાં (Traffic jam) અટવાયેલા રહે છે. ત્યારે ઝાંઝવાના જળ સમાન લાગતો આ ફ્લાયઓવર પ્રોજેકટ ક્યારે નિર્માણ પામશે તે કોઇ કહી શકે તેમ નથી.

ભાવનગરના (Bhavnagar) કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ફાટક  (Railway Crossing) ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યાએ માથું ઉચક્યું છે. ત્યારે આ સમસ્યાના ઉકેલરૂપે તંત્ર દ્વારા અહીં ફ્લાયઓવર (flyover) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તંત્રની આ જાહેરાત ફક્ત કાગળ પર જ રહી ગઇ હોય તેમ પ્રોજેક્ટ આગળ ધપાવવા અંગે કોઇ જ કામગીરી જોવા નથી મળી રહી. રેલવે ફાટક ઉપર ટ્રેનોની સતત આવનજાવન વચ્ચે વીસથી  પચ્ચીસ મિનિટ અને ક્યારેક તો અડધો કલાકથી વધારે સમય સુધી સુધી વાહનચાલકો ટ્રાફિક જામમાં (Traffic jam) અટવાયેલા રહે છે. ત્યારે ઝાંઝવાના જળ સમાન લાગતો આ ફ્લાયઓવર પ્રોજેકટ ક્યારે નિર્માણ પામશે તે કોઇ કહી શકે તેમ નથી.

શાસક પક્ષનું આશ્વાસન કે ફ્લાયઓવર બનશે

આ સમગ્ર મામલે શાસક પક્ષે રૂપિયા 60 કરોડના ખર્ચે ફ્લાયઓવરની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું, તેમજ વહેલામાં વહેલી તકે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં આવશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે નગરજનો હવે આ ઠાલા આશ્વાસનોથી કંટાળી ગયા છે અને સત્વરે ફ્લાયઓવર બને તેની રાહ જોઈ રહ્યા છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જ્યારે કોઈને હોસ્પિટલ લઈ જવું હોય કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવાનું હોય અથવા કોઈ ઉતાવળના કામ હોય ત્યારે બંધ થઈ ગયેલી ફાટક અને ટ્રેન આવવા જવાના સમયે થતો ટ્રાફિક જામ માથાનો દુખાવો બની ગયો છે.