Surat: રાજ્યનો સૌપ્રથમ મલ્ટી લેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવરબ્રિજ ખુલ્લો મુકાયો

સેંકડો કાપડ માર્કેટોમાં રોજીંદા હજ્જારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ કાયમી થઈ ચુકી છે ત્યારે હવે  લોકોએ આ હાલાકીમાંથી મુક્તિ મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:35 PM

સુરત (Surat) માં રાજ્યનો સૌપ્રથમ મલ્ટી લેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવર બ્રિજ (Flyover bridge) ને ખુલ્લો મુકાયો છે. શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડીયા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ (C. R. Patil) ના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.133 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજ સુરતવાસીઓ માટે નવું નજરાણું બન્યું છે. મહા નગરપાલિકા દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજ શરૂ થતા 15 લાખ લોકોને પરિવહનમાં સરળતા રહેશે. અને ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે.

સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. જોકે, છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સેંકડો કાપડ માર્કેટોમાં રોજીંદા હજ્જારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ કાયમી થઈ ચુકી છે ત્યારે હવે  લોકોએ આ હાલાકીમાંથી મુક્તિ મળશે. અલબત્ત, વહીવટી તંત્ર દ્વારા બ્રિજ નીચે બન્ને તરફ આવેલ રોડ પર વાહન પાર્ક કરવા સાથે માલસામાનના લોડિંગ – અનલોડિંગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં પણ ઘણી વખત ટ્રાફિક જામની સ્થિતિ વિકરાળ બની રહે છે. રિંગરોડ પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ સાથે સંકળાયેલા સહારા દરવાજા રેલવે ફ્લાયઓવર બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.

બ્રિજની વિષેશતાઓ

  • 133 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે બ્રિજ
  • 2.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો બ્રિજ
  • 25 ઓક્ટોબર 2017 ના દિવસે કરાયું હતું ખાતમુહૂર્ત
  • જૂન 2022માં ખુલ્લો મુકાશે નવા બે બ્રિજ
  • 15 લાખ લોકોને થશે સીધો ફાયદો
Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">