Bhavnagar: વાત સાંભળ્યા વિના જ DDO જતા રહ્યા તો કર્મચારીઓએ ગરબા રમીને કર્યો વિરોધ

|

Sep 10, 2022 | 8:29 AM

DDOએ આરોગ્ય કર્મચારીઓની રજૂઆત અને માગ ન સાંભળતા કર્મચારીઓએ પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો. આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરીની બહાર ગરબા રમી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ભાવનગરમાં  (Bhvanagar) પોતાની સમસ્યાની રજૂઆત માટે આવેલા આરોગ્ય કર્મચારીઓની વાત સાંભળ્યા વગર જ DDO કચેરી છોડીને જતા રહેતા કર્મચારીઓમાં (employees) રોષ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માગણીઓને લઈને ધરણા પર ઉતર્યા હતા અને ધરણામાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા, પરંતુ તેઓ રેલી યોજી આવેદન આપવા પહોંચે તે પહેલા જ DDO કચેરી છોડીને નીકળી ગયા હતા.

લેખિત બાયધરી ન મળતા કર્મચારીઓની હડતાળ

DDOએ આરોગ્ય કર્મચારીઓની રજૂઆત અને માગ ન સાંભળતા કર્મચારીઓએ પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો. આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરીની બહાર ગરબા રમી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ કેડરના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં લડત આપી રહ્યા છે. જો કે સરકાર દ્વારા વારંવાર મૌખિક વાતો કરવામાં આવે છે, પરંતુ કોઈ લેખિત બાંહેધરી ન મળતા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર છે.

જેના ભાગરૂપે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સમગ્ર ગુજરાતમાંથી 33 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓનું ધારણા પ્રદર્શન અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા. આરોગ્ય કર્મચારીઓએ મહારેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ફરી પોતાની રજૂઆત કરી હતી.

Next Video