ભરઉનાળે ભાવનગરના છેવાડાના વિસ્તારોમાં પાણીની તંગી, રોજના 30 થી 40 ટેન્કર મગાવવા પડે તેવી સ્થિતિ- Video

| Edited By: | Updated on: May 31, 2026 | 7:59 PM

ભાવનગર શહેરમાં આ વર્ષે કાળઝાળ ગરમી છે. કોર્પોરેશન દ્વારા એક પણ પાણી કાપ વગર પાણી વિતરણ કરી રહ્યું છે પરંતુ તેની સામે પાણીની જરૂરિયાતમાં પણ વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે રોજના સરેરાશ 30 થી 40 ટેન્કર દ્વારા જરૂરિયાત વિસ્તારમાં પાણી મોકલવામાં આવતું હતું. તેમાં ચાલુ મહિને 30 થી 40 ટેન્કરનો વધારો થયો છે.

ભાવનગર કોર્પોરેશન દ્વારા ભલે ગરમીના દિવસોમાં પણ પાણી કાપ વગર નિયમિત પાણી આપવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી મોકલવામાં આવતું હોવાની વાસ્તવિકતાને નકારી શકાય નહીં. શહેરના પછાત વિસ્તારો કે જ્યાં ખાસ કરીને પાણીની સંગ્રહ વ્યવસ્થા હોય નહીં તેવા વિસ્તારોમાં વધારે મુશ્કેલી રહે છે. શહેરના કુંભારવાડા, ખેડૂતવાસ, આનંદનગર, વડવા તેમજ છેવાડાના વિસ્તારોમાં નિયમિત રીતે પાણીના ટેન્કર મોકલવામાં આવે છે.

તેમાં પણ આ વર્ષે PGVCL દ્વારા પણ વારંવાર વીજકાપ લાદી મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જે દિવસોમાં વીજકાપ હોય ત્યારે ફરજિયાત પણે પાણીકાપ પણ આપવામાં આવે છે. જેથી આ દિવસોમાં પાણીના ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે કોર્પોરેશન દ્વારા શહેરમાં વિતરણ કરવામાં આવતા પીવાના પાણીની જરૂરિયાતમાં ઉનાળાના છે. પાણીની જરૂરિયાત રહેતી હતી તે હવે 200 MLD કરતા પણ વધી જાય છે. મહીપરીએજમાંથી 70 થી 72 MLD, શેત્રુંજીમાંથી 80, બોરતળાવમાંથી 50 અને ખોડીયારમાંથી 3 MLD પાણી લેવામાં આવી રહ્યું છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેનને પૂછતાં તેમણે જણાવેલ કે પાણીની આ સમસ્યા ધ્યાને આવેલ છે. જે તાત્કાલિક ધોરણે દૂર કરાશે, જ્યારે વિપક્ષ ને આ.અંગે પૂછતાં તેમણે જણાવેલ.કે આ પાણી ની અછત અધિકારીઓ અનેં પદાધીકારો ના નિષ્કાળજી ના કારણે ઉભી થઇ છે. કોર્પોરેશનમાં નિયત કરેલા નિર્ણય મુજબ દરેક કોર્પોરેટરને પ્રતિમાસ 15 ટેન્કર મંગાવવાની મંજૂરી આપવામાં આવેલી છે. જેના દ્વારા તેના વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હળવી કરી શકે. ઘણા સભ્યો દ્વારા પાણીના ટેન્કર મંગાવવાના પ્રયાસો થતા હોય છે. જોકે, ફિલ્ટર વિભાગ પરથી વોટર વર્કસ વિભાગ દ્વારા સત્તાવાર જાણ ન કરે ત્યાં સુધી સભ્યોની પણ પાણીના ટેન્કરની માંગ પૂરી કરી શકતા નથી.

ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?

Published on: May 31, 2026 07:59 PM
Follow Us