ભાવનગર: નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીતી રાજ્યનું નામ રોશન કરનાર મહુવાના સુનિલ જોળિયાનું કરાયુ સન્માન- વીડિયો

ભાવનગર: નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીતી રાજ્યનું નામ રોશન કરનાર મહુવાના સુનિલ જોળિયાનું કરાયુ સન્માન- વીડિયો

| Edited By: | Updated on: Nov 17, 2023 | 11:46 PM

ભાવનગર: નેશનલ ગેમ્સમાં રનિંગમાં ગોલ્ડ મેડલ જીતી રાજ્યનું નામ રોશન કરનાર મહુવાના દુધાળા ગામના સુનિલ જોળિયાનું સન્માન કરવામાં આવ્યુ છે. વતન પરત આવતા ગાંધી બાગ ખાતે આગેવાનો દ્વારા વાજતે ગાજતે સન્માન કરવામાં આવ્યુ હતુ.

ભાવનગર: નેશનલ ગેમ્સમાં ડંકો વગાડનાર ભાવનગરના મહુવાના સુનિલ જોળીયાનું સન્માન કરાયું. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ગાંધી બાગમાં સન્માન સમારોહ યોજાયો હતો. દુધાળા ગામના વતની સુનિલ જોળીયાએ એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ મેળવીને જિલ્લાનું તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે. ત્યારે વતન પરત આવતા ગાંધી બાગમાં આગેવાનો દ્વારા વાજતે ગાજતે સન્માન કરાયું. જેમાં સુનિલ જોળીયાનો પરિવાર તેમજ દુધાળા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સુનિલે એશિયન અને ઓલમ્પિકમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમજ ઓલમ્પિકમાં ભાગ લઈ ઉચ્ચું સ્થાન મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: વર્લ્ડ કપની ફાઈનલ પહેલા યોજાશે ઍૅર શો, ઍર ફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા કરાયુ ગ્રાન્ડ રિહર્સલ- વીડિયો

આપને જણાવી દઈએ કે સુનિલ જોળિયાની અત્યાર સુધીની સફર ઘણી સંઘર્ષથી ભરેલી રહી છે. સુનિલે ગોવામાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં 3000 મીટરની દૌડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એક સમયે સુનિલ પાસે શુઝના પણ પૈસા ન હતા અને તે ઓલિમ્પિક ચેમ્યિન પીટી ઉષા સમક્ષ 800 મીટરની દોડ ખુલ્લા પગે દોડ્યો હતો. આ ખંતીલા યુવાનની સખત મહેનત રંગ લાવી છે અને નેશનલ ગેમ્સમાં હાલ ગોલ્ડ જીતી બતાવ્યો છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Nov 17, 2023 11:45 PM