Bhavnagar : કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓ પર પણ વરસ્યા

|

Apr 26, 2022 | 11:24 PM

કોંગ્રેસમાં હાર્દિક પટેલની નારાજગી મુદ્દે શક્તિસિંહે કહ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે જેથી તમામ લોકો બોલી શકે છે.. રજૂઆત કરી શકે છે. સાથે જ ભાજપ પર પ્રહાર પણ કર્યા કે, ભાજપમાં આકાઓ સામે કોઈ બોલી નથી શકતું. જો કોઈ બોલે તો તેમની હાલત સ્વ.હરેન પંડ્યા જેવી થાય છે.

ભાવનગરમાં(Bhavnagar) યોજાયેલી ચિંતન શિબિરમાં કોંગ્રેસના (Congress) દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહીલ(Shaktisinh Gohil) કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓ પર પણ વરસ્યા. તેઓએ કહ્યું કે, કોંગ્રેસમાં જેમને પહેલી હરોળમાં સ્થાન મળતું હતું, કોંગ્રેસમાં જેઓ હીરો હતા તેઓ આજે ભાજપમાં જઈને ઝીરો થઈ ગયા છે.. તેમણે કોંગ્રેસ છોડી ગયેલા લોકોને ફરી કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ પણ આપી દીધુ છે. જેમાં કોંગ્રેસમાં હાર્દિક પટેલની નારાજગી મુદ્દે શક્તિસિંહે કહ્યું હતું કે  કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે જેથી તમામ લોકો બોલી શકે છે.. રજૂઆત કરી શકે છે. સાથે જ ભાજપ પર પ્રહાર પણ કર્યા કે, ભાજપમાં આકાઓ સામે કોઈ બોલી નથી શકતું. જો કોઈ બોલે તો તેમની હાલત સ્વ.હરેન પંડ્યા જેવી થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના વધુ એક નેતા આપ સાથે જોડાયા છે. કૈલાશ ગઢવી તેમના મર્થકો સાથે AAPમાં જોડાયા છે. કૈલાસ ગઢવીએ ઈસુદાન ગઢવી અને ગુલાબસિંહની હાજરીમાં AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ પહેલા કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને કોંગ્રેસ સંગઠનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જવાના સંકેત આપ્યા હતા.

આ પણ વાંચો :  Surat પોલીસે દિલ્હીથી લોકો સાથે છેતરપિંડી કરતાં બંટી બબલીની ધરપકડ કરી, કોલ સેન્ટર ઝડપ્યું

આ પણ વાંચો :  અંકલેશ્વરમાંથી એકજ પરિવારના 4 બાળકો લાપતા બન્યા બાદ સુરતથી મળી આવ્યા, જાણો 4 ભાઈ બહેનોનો લાપતા બનવાથી સલામત મળી આવવાની કહાની

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:23 pm, Tue, 26 April 22

Next Video