બે વર્ષ બાદ નવરાત્રી : સરકાર દ્વારા શેરી ગરબાની મંજુરી અપાતા ભાવેણાના ગરબાપ્રેમીઓમાં આનંદ

આ વખતે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મોટા ક્લબોમાં થતા નવરાત્રીના આયોજન પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે, પણ શેરી-ગરબાના આયોજનને મંજૂરો આપવામાં આવી છે.

BHAVNAGAR : છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબા પર ગ્રહણ લાગ્યું હતું જે સરકારે હટાવી દીધું છે… હવે શેરી-ગરબાની મંજૂરી સરકારે આપી દીધી છે.ત્યારે ભાવનગર શહેરના ગરબા રસીકો સાથે ટીવી નાઈનની ટીમે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે, સરકારના આ નિર્ણયથી તેઓ કેટલો આનંદ અનૂભવી રહ્યા છે.

આ વખતે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મોટા ક્લબોમાં થતા નવરાત્રીના આયોજન પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે, પણ શેરી-ગરબાના આયોજનને મંજૂરો આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપી છે, ત્યારે ગરબાપ્રેમીઓ માની રહ્યાં છે કે શેરી-ગરબાની પ્રાચીન પરંપરાનો પ્રચાર થશે.

શેરી-ગરબામાં પહેલાના સમયમાં અને હાલમાં પણ એક ચોક કે નાના મેદાનમાં વચ્ચે માતાજીની સ્થપના કરવામાં આવે છે અને તેની ફરતે નવરાત્રીના નવ દિવસ ગરબા રમવામાં આવે છે અને આ રીતે પ્રાચીન પરંપરા મૂજબ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati