ભાવનગરમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, 100 ટ્રક, 20 ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં, જુઓ Video

| Edited By: | Updated on: Jun 27, 2025 | 2:22 PM

દેશમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય ગણાતી હોય છે. ભાવનગરની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચૂક્યું છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. 3 કિલોમીટર જેટલી લાંબી આ રથયાત્રા છે.

દેશમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય ગણાતી હોય છે. ભાવનગરની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચૂક્યું છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. 3 કિલોમીટર જેટલી લાંબી આ રથયાત્રા છે. 14 કલાક સુધી 17 કિલોમીટરના રૂટ પર ફરશે. આજે સવારે જ ભાવનગરના સુભાષનગરમાં ભગવાનેશ્વર મંદિરમાં સવારે 6 વાગ્યે જગન્નાજી, બલરામ અને સુભદ્રાના આંખો પરથી પાટા હટાવાયા હતા.

સ્નાન અને પૂજા અર્ચના બાદ શાસ્ત્રોક્ત વિધિથી રથ પર સ્થાપના કર્યા બાદ સંતો-મહંતો અને મહાનુભાવો દ્વારા છેડાપોરા અને પાહિંદ વિધિ કરાઇ. જે બાદ સવારે સાડા 8 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો. આ વર્ષે પણ પરંપરાગત રીતે ભોઇ સમાજના યુવકોએ રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું. હાલ રથયાત્રા શહેરમાં ફરી રહી છે. ભગવાન તમામ નગરજનોને દર્શન આપી રહ્યા છે. ત્યારે સમગ્ર માહોલ જય રણછોડ અને જય કનૈયાલાલ કી ના નાદથી ગૂંજી ઉઠ્યો છે.

ભાવનગરમાં નીકળેલી 40મી રથયાત્રાએ જોરદાર આકર્ષણ જમાવ્યું છે. આ રથયાત્રામાં માર્ગો પર રંગોળી રથની આગળ હાથી 100 ટ્રક, 5 જીપ, 20 ટ્રેક્ટર, 14 છકરડા, અખાડા મંડળીઓ અને વિવિધ રાસમંડળીઓ સામેલ થઇ છે. આ સિવાય ઓપરેશન સિંદૂરના વિવિધ ફ્લોટ્સ, ટ્રેન, ઉછળતો વાનર, વિવિધ કાર્ટૂને પણ આકર્ષણ જમાવ્યું છે. તો સત્સંગ મંડળી ભજન-કીર્તન કરી રહી છે. ડી.જે.ના તાલ સાથે ભક્તો નાચતા-ઘૂમતા આગળ વધી રહ્યા છે. આ રથયાત્રામાં કેન્દ્રીય પ્રધાન નિમુ બાંભળિયા, ધારાસભ્યો, મેયર, ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો હાજર રહ્યા.

આ વખતે 3 ટન ચણાની પ્રસાદીની વ્યવસ્થા કરાઇ છે. આ સાથે ભક્તો અને સામાજિક સંસ્થાઓએ પાણી અને શરબતની વ્યવસ્થા કરી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ કોઇને નડતરરૂપ નહીં થવા અને બાળકો-વડીલોનું ધ્યાન રાખવા અપીલ કરાઇ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો