Bhavnagar : પોલીસે ગેંગરેપ કેસમાં 24 કલાકમાં જ ચાર્જશીટ રજૂ કરી
ભાવનગરમાં 24 કલાકમાં ગેંગરેપ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ હોય તેવો પ્રથમ બનાવ છે. જેમા પોલીસ, મામલતદાર, હોસ્પિટલમાં રજા હોવા છતાં તમામ તંત્રે ખડેપગે રહી માત્ર 24 કલાકમાં પુરાવા એકઠા કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે.
ભાવનગર(Bhavnagar) ગેંગરેપ(Gagnrape) કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમજ માત્ર 24 કલાકમાં પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ(Chargesheet) રજૂ કરી છે. જેમાં 24 કલાકમાં ગેંગરેપ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ હોય તેવો પ્રથમ બનાવ છે. પોલીસ, મામલતદાર, હોસ્પિટલમાં રજા હોવા છતાં તમામ તંત્રે ખડેપગે રહી માત્ર 24 કલાકમાં પુરાવા એકઠા કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. મહત્વનું છે કે ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરી આરોપીઓએ ગેંગરેપ ગુજાર્યો હતો. ભગવતી સર્કલ પાસેથી સગીરાનું અપહરણ કરી વાનમાં બેસાડી ત્રાપજ પાસે અવાવરુ જગ્યા પર લઈ જઈ ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં તપાસ હાથ ધરી હતી. ગેંગરેપ ગુજારનાર મનસુખ સોલંકી, સંજય મકવાણા, મુસ્તુફા શેખ નામના ત્રણેય નરાધમોની ધરપકડ કરી હતી.
ભાવનગર શહેરના ભગવતી સર્કલ પાસેથી સગીરાનું અપહરણ કરી ઇકો વાનમાં બેસાડી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ કરી ત્રાપજ પાસે અવાવરુ જગ્યા પર લઈ જાય ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. બનાવવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અહપરણ સાથે દુષ્કર્મ ગુજારનાર એક વિધર્મી સહિત બે આરોપીને ઝડપી પાડયા છે, આરોપીમાં એક વિધર્મી સહિત બે શખ્સોએ ઇકો વાનમાં બેસાડી જય ત્રાપજ નજીક લઈ જવામાં આવી હતી, બાદ અવાવરૂ જગ્યા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કચ્છમાં જાણે તસ્કર રાજ ? મંદિર ચોરીની ઘટના પછી મુન્દ્રામાં 6 મકાનના તાળા તોડી લાખોની ચોરી !

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ

પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ

રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
