Bhavnagar : ડુંગળીના ભાવમાં ફરી ભડકો, 50 રૂપિયો કિલો વેચાઈ રહી છે ગરીબોની કસ્તુરી- Video

Bhavnagar : ડુંગળીના ભાવમાં ફરી ભડકો, 50 રૂપિયો કિલો વેચાઈ રહી છે ગરીબોની કસ્તુરી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2023 | 10:15 PM

Bhavnagar: ગરીબોની કસ્તુરીના ભાવ આસામાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના કુલ ઉત્પાદનના 67 ટકાથી વધુ ઉત્પાદન કરતા ભાવનગર જિલ્લામાં પણ ડુંગળીનો ભાવ કિલો દીઠ 40થી 50 રૂપિયા કિલો થઈ ગયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં ગુણવત્તા પ્રમાણે ડુંગળીનો ભાવ 700થી 1 હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે.

Bhavnagar: ગરીબોનું કસ્તુરી અને રસોડાની શાન ગણાતી ડુંગળી સામાન્ય વર્ગને રડાવી રહી છે. ડુંગળીના ભાવ આસામાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક કિલો ડુંગળીનો છૂટક ભાવ 50 રૂપિયા થઈ ગયો છે. રાજ્યમાં ડુંગળીના કુલ ઉત્પાદનના 67 ટકાથી વધુ ઉત્પાદન કરતા ભાવનગર જિલ્લામાં પણ ડુંગળીનો ભાવ કિલો દીઠ 40થી 50 રૂપિયા કિલો થઈ ગયો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 700થી 1 હજાર રૂપિયા

ભાવનગર માર્કેટયાર્ડમાં ગુણવત્તા પ્રમાણે ડુંગળીનો ભાવ 700થી 1 હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે. હાલમાં કાઠીયાવાડ, નાસિક અને મધ્યપ્રદેશથી આવતો ડુંગળીના પુરવઠો ઓછો થઈ જતાં છેલ્લા 4 દિવસમાં ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. નવી ડુંગળીની આવકને હજુ એક મહિના જેટલો સમય બાકી છે. જેથી એક મહિના સુધી ડુંગળી લોકોને રડાવશે.. માર્કેટ યાર્ડના સેક્રેટરીનો દાવો છે કે આગામી સમયમાં ખેડૂતોને ફાયદો થશે.

ખેડૂતોને 20 કિલોના માત્ર 100 રૂપિયા મળતા હોવાની ફરિયાદ

માર્કેટ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ ભલે ખેડૂતોને ફાયદો થવાના દાવા કરે. પરંતુ હકીકતમાં તો સંગ્રહખોરો અને વેપારીઓ તહેવાર સમયે નફાની કમાણી કરી રહ્યા છે. જ્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જાય ત્યારે 20 કિલોના 100 રૂપિયા જ મળે છે. ખેડૂતો ઉત્પાદન કરીને માર્કેટયાર્ડમાં વેચવા આવે ત્યારે ડુંગળીનો ભાવ 20 કિલોના 100 રૂપિયા થઈ જાય છે અને એ જ ડુંગળીનો ભાવ અત્યારે 700થી 1 હજાર રૂપિયા બોલાય છે. સંગ્રહખોરો ઓછા ભાવે ડુંગળી ખરીદ્યા બાદ તેનો સંગ્રહ કરે છે અને ઊંચા ભાવે વેચીને તગડી કમાણી કરે છે. આમ ખેતરમાં પરસેવો પાડીને ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોના હાથમાં કંઈ જ નથી આવતું.

આ પણ વાંચો: Ahmedabad: રખડતા ઢોર અને આડેધડ પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ ફરી થઈ લાલઘુમ, સંબંધિત વિભાગના અધિકારીઓનો લીધો ઉધડો

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">