Bhavnagar: મહુવાની જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, બાળકોના વોર્ડમાં દિવાલની ટાઈલ્સ તૂટી બેડ પર પડી- Video

Bhavnagar: મહુવાની જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, બાળકોના વોર્ડમાં દિવાલની ટાઈલ્સ તૂટી બેડ પર પડી- Video

| Edited By: | Updated on: Jun 10, 2026 | 8:38 PM

ભાવનગરમાં મહુવા તાલુકાની જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકોના વોર્ડમાં દિવાલની ટાઈલ્સ તૂટીને સીધી બેડ પર પડી. જો કે સદ્દનસીબે દુર્ઘટના સમે બેડ પર કોઈ દર્દી હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

ભાવનગરના મહુવામાં હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. જનરલ હોસ્પિટલમાં ફરી એક બેદરકારી સામે આવી છે. બાળકોના વોર્ડની દિવાલની ટાઈલ્સ અચાનક તૂટીને સીધી બેડ પર પડી હતી. સદ્દનસીબે દુર્ઘટના સમયે દર્દી હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. હોસ્પિટલના સમારકામ થયાને હજુ એક વર્ષ પણ પૂરુ નથી થયુ ત્યા બાંધકામની ગુણવચ્ચાને લઈને કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉઠી રહ્યા છે.

જો કે આ પહેલીવાર નથી. આ અગાઉ પણ હોસ્પિટલમાં છત પરથી પંખો પડતાા દર્દીને ઈજા પહોંચી હતી. હવે જ્યારે ટાઈલ્સ તૂટી પડી છે તો દર્દીઓએ બાંધકામને લઈને સવાલ ઉઠાવ્યા છે. નબળા બાંધકામને લઈને કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચા તેજ થઈ છે.

બીજી તરફ હોસ્પિટલના તબીબનો દાવો છે કે હોસ્પિટલ તંત્રએ તાત્ક્લિક સંબંધિત વિભાગને જાણ કરીને સમારકામની કામગીરી હાથ ધરી છે અને નબળી ટાઈલ્સ હટાવી દેવામાં આવશે.

સુરતના નાસિર નગર ડિમોલિશનન વિવાદમાં આવ્યો ટ્વીસ્ટ, જમીનના મૂળ માલિક વૃદ્ધાનો ચોંકાવનારો Video આવ્યો સામે

Follow Us