ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ- Video
ભાવનગરના મહુવામાં છેલ્લા બે દિવસમા 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા અનેક ગામોના સંપર્ક કપાયા છે. જેમ બિલડી ગામની પરિસ્થિતિ ભારે કફોડી બની છે. સમગ્ર ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે અને ગામ બેટમાં ફેરવાયુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
ભાવનગરના મહુવામાં છેલ્લા બે દિવસ મેઘરાજા સતત ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં મહુવામાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને તાલુકાની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક ગામોમાં ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી રહી છે. મહુવાનું કતપર બંદર આસપાસના કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. મહુવાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
આ તરફ મહુવાનું બિલડી ગામ અતિભારે વરસાદ બાદ સંપર્ક વિહોણુ બન્યુ છે. ગામની પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે અને સમગ્ર ગામ જાણે બેટમાં ફેરવાયુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે આ તરફ બિલડી ગામની શાળા અને આંગણવાડીમાં પાણી ભરાયા છે. ગામલોકોની મદદ માટે હજુ સુધી કોઈ તંત્ર પહોંચ્યુ નથી. ન માત્ર આ વર્ષે પરંતુ છેલ્લા 10 વર્ષથી ગામમાં આ જ પ્રમાણે પાણી ભરાતુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અને અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી.
બિલડી ગામનો સંપર્ક કપાયો છે અને ચોંકાવનારી બાબત એ છે કે મહુવાના SDMને આ અંગે જાણ સુદ્ધા નથી. SDM ના કાર્યક્ષેત્રમાં આવતુ બિલડી ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે અને SDM ને એ બાબતની જાણ પણ નથી. ત્યારે ગામલોકો સુધી કોઈ મદદ ન જ પહોંચે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.
અમરેલી જિલ્લામાં વરસાદની જો વાત કરીએ તો ધારીમાં 6.85 ઈંચ, ખાંભામાં 5.51, લીલિયામાં 4.21 અને બગસરામાં 4.17 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ રાજુલામાં 8.98 ઈંચ વરસાદ પડ્યો છે. આ તરફ રાજ્યના 13 તાલુકાઓમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે 19 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના 97 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
ચટકારા લઈ-લઈને તમે જે ચીઝ ખાઈ રહ્યો છો… એ અસલી છે કે નક્લી… ઘરે બેઠા કેવી રીતે ચેક કરવુ?
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

