ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર, ખેડૂતોને સારા ભાવ મળવાની આશા- Video
ભાવનગર જિલ્લામાં ખરીફ સીઝન દરમિયાન ખેડૂતોએ 80% થી વધુ વાવેતર પૂર્ણ કર્યુ છે. જેમા કપાસ અને મગફળીનુ વધુ પ્રમાણમાં વાવેતર કરાયુ છે. સારા વરસાદને કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા છે.
ભાવનગર જિલ્લામાં આ વર્ષની ખરીફ સીઝન ખેડૂતો માટે અત્યંત ફળદાયી સાબિત થઈ રહી છે. જુલાઈના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં જિલ્લામાં કુલ 3,58,100 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. આ આંકડો જિલ્લાના કુલ ખરીફ વાવેતર વિસ્તાર 4,44,000 હેક્ટરના 80.65% જેટલો ઊંચો છે, આ વાવેતરમાં કપાસ અને મગફળી મુખ્ય પાક તરીકે મોખરે રહ્યા છે.
જિલ્લાના ખેડૂતોએ ખાસ કરીને તળાજા અને મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત મગફળીનું પણ વાવેતર મોટા પાયે કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને આશા છે કે આ વર્ષે વરસાદ સારો હોવાથી કપાસ મગફળીનો પાક પુષ્કળ પ્રમાણમાં આવી શકે તેમ છે.
કુલ વાવેતર થયેલા વિસ્તારમાંથી, કપાસનું વાવેતર 2,16,000 હેક્ટરમાં થયું છે, જે કુલ ખરીફ વાવેતરના લગભગ 56% જેટલું છે. જ્યારે મગફળીનું વાવેતર 1,16,000 હેક્ટરમાં નોંધાયું છે. ખેડૂતોએ ખાસ કરીને તળાજા અને મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આ બંને મુખ્ય પાકોનું મોટા પાયે વાવેતર કર્યું છે.
સારા વાવેતરના કારણે કપાસનો ભાવ પણ સારો મળશે તેવી ખેડૂતોને આશા છે. સારા વાવેતર મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ tv9 ને જણાવ્યું હતું કે, આ વર્ષે જિલ્લામાં ત્રીજા ક્રમે કપાસનું વાવેતર થયું છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 51% જેટલો વરસાદ વરસી ગયો છે, અને સમયાંતરે આવતા વરસાદને કારણે પાકને પૂરતું પાણી મળી રહ્યું છે. અન્ય જિલ્લાઓમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિની સરખામણીમાં, ભાવનગરમાં જરૂરિયાત પૂરતો અને અનુકૂળ વરસાદ થયો છે. સાનુકૂળ સ્થિતિને ખેડૂતોને બમ્પર પાકની આશા જાગી છે. તેમનું માનવું છે કે જો આગામી દિવસોમાં પણ વરસાદ અનુકૂળ રહેશે, તો કપાસ અને મગફળીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધશે.
પાકિસ્તાનમાં ફરી વાગી રહ્યા છે તખ્તાપલટના ભણકારા…મુનીર બની શકે છે રાષ્ટ્રપતિ અને ‘ટ્રોફી ચોર’ મોહસીન નક્વી હાઈબ્રિડ PM- વાંચો