ભાવનગરઃ ઘોઘા-હજીરા રૉ-પેક્સ સર્વિસ આજથી ફરી શરૂ

ભાવનગરઃ ઘોઘા-હજીરા રૉ-પેક્સ સર્વિસ આજથી ફરી શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:52 AM

દિવાળી પૂર્વે જ રો-પેક્સ સેવા ફરી શરૂ થતાં લોકો ઓછા સમયમાં ભાવનગર અને સુરતમાં અવરજવર કરી શકશે.. મહત્વનું છે કે, વાર્ષિક શેડયૂલ મુજબ જહાજને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસ ૨૪મી જુલાઈથી બંધ કરવામાં આવી હતી.

અઢી માસથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ આજથી ફરી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવાળી પૂર્વે જ રો-પેક્સ સેવા ફરી શરૂ થતાં લોકો ઓછા સમયમાં ભાવનગર અને સુરતમાં અવરજવર કરી શકશે.. મહત્વનું છે કે, વાર્ષિક શેડયૂલ મુજબ જહાજને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસ ૨૪મી જુલાઈથી બંધ કરવામાં આવી હતી. જેના કારણે અઢી માસથી વધુ સમય સુધી ફેરી સર્વિસ બંધ રહી હતી.. જોકે હવે જહાજનું મેન્ટેનન્સ કામ પૂર્ણ થતાં ફેરી સર્વિસને ઓપરેટ કરવા માટે લીલીઝંડી મળી ગઈ છે. જે મુજબ સવારે ૮ વાગ્યે હજીરાથી પ્રથમ ટ્રીપ ઉપડી છે. જ્યારે ઘોઘાથી બપોરે ૩ કલાકે પ્રથમ ફેરો થશે.

હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરાઈ છે. આ સર્વિસમાં મુસાફરોની સાથે મોટરસાઈકલ, કાર, બસ અને ટ્રકને પણ એકથી બીજા સ્થળે લઈ જવાય છે. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થતાં આ બંને સ્થળનું અંતર 370 કિ.મી.થી ઘટીને 60 કિ.મી. થયું ગયું છે. અગાઉ આ મુસાફરીમાં 12 કલાકનો સમય થતો, જ્યારે હવે ફક્ત 4 કલાક થાય છે. સવારે ફેરીમાં બેસીને ભાવનગરથી સુરત જવા નીકળનાર સાંજ સુધીમાં પાછા ફરી શકે છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે

આ પણ વાંચો : પટેલને કેન્દ્ર સરકારની કોઇ મહત્વની જવાબદારી સોંપાશે ? નીતિન પટેલની પીએમ મોદી સાથે ઓચિંતી મુલાકાત

Published on: Oct 19, 2021 11:51 AM
g clip-path="url(#clip0_868_265)">