Bhavnagar: ભાવનગર શહેર અને જિલ્લામાં રેતી ખનન માફિયાઓ બેફામ બનતા તંત્ર એકશનમાં આવી ગયું છે. શહેરના ચિત્રા રોડ પર રેતી ભરેલા ટ્રકો પાર્ક કરતા ટ્રાફિક જામ થયો હતો. વાહનને લોક મારવા જતા કમિશનર અને પર્યાવરણ અધિકારી પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં ટ્રકોમાં રહેલ રેતી ગેરકાયદે ખનનની હોવાનું સામે આવ્યુ છે. સાથે ગેરકાયદે વેચાણ અને રોયલ્ટી પાસની વેલેડીટી પણ પૂર્ણ હોવાનું સામે આવ્યું છે. મનપા કમિશનરના આદેશ બાદ 8 ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ખનન માફિયાઓની મનમાની અને દાદાગીરી વધી રહી છે. ત્યારે કોના ઈશારે તેઓ રોફ બતાવી રહ્યો છે પણ મોટો સવાલ છે. ખનન માફિયાઓ રસ્તામાં આડેધડ રેતી ભરેલા ટ્રક પાર્ક કરી દે છે જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છએ. આવા ટ્રકને જ્યારે એક અધિકારીઓ લોક મારવાનો પ્રયાસ કર્યો તો તેના પર ટ્રક ચડાવી દેવાની દુ:સાહસ ટ્રક ડ્રાઈવરે કર્યુ. ત્યારે આટલી હિંમત આવી ક્યાંથી કે અધિકારી કક્ષાના વ્યક્તિ પર ટ્રક ચડાવી દેતા પણ અચકાઈ નથી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે આ ખનન માફિયાઓને કોને છાવરી રહ્યુ છે અને કોનુ પીઠબળ છે કે તેઓ આટલો રોફ બતાવી રહ્યા છે!
Input Credit- Ajit Gadhvi- Bhavnagar