Junagadh: કાશી વિશ્વનાથ મંદિરના સાધુએ શરૂ કર્યા કઠોર અનુષ્ઠાન, નવ દિવસ શરીર પર રહેશે જવારા

Junagadh: જુનાગઢમાં સાધુ સંતો નવરાત્રીના નવ દિવસ દરમિયાન અઘરા અનુષ્ઠાન કરે છે. સામાન્ય લોકો વિચારી પણ ન શકે તેવા કઠોર અનુષ્ઠાન દ્વારા સાધુ સંતો માતાજીની ભક્તિ કરે છે. જુનાગઢના કાશીવિશ્વનાથ મંદિરના સાધુ જગન્નાથગીરી મહારાજ પણ આવુ જ અઘરુ અનુષ્ઠાન કરી રહ્યા છે. ખાસ અનુષ્ઠાન માટે જ જગન્નાથગીરી જુનાગઢ આવ્યા છે. સતત નવ દિવસ સુધી શરીર પર માટી પાથરી સંત મહારાજ માતાજીની આરાધના કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:39 PM

Junagadh: સંતો અને શૂરાઓની ભૂમિ ગણાતી સોરઠ નગરીમાં સાધુ સંતો નવરાત્રી દરમિયાન કઠોર અનુષ્ઠાન કરતા હોય છે. નવરાત્રી એટલે મા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ. અનુષ્ઠાનનું પર્વ, નવદુ઼ર્ગાની આરાધનાનું પર્વ. આ તહેવાર દરમિયાન અનેક લોકો ઘટસ્થાપન કરી માતાજીની પૂજાટ-અર્ચના કરે છે. ખાસ કરીને સાધુ સંતો વિશેષ અઘરા અનુષ્ઠાન દ્વારા માતાજીની આરાધના કરે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન સાધુ સંતો સામાન્ય લોકો વિચારી પણ ન શકે તેવા અઘરા અનુષ્ઠાન કરતા હોય છે. આવા જ અનુષ્ઠાન જુનાગઢના જગન્નાથગીરી મહારાજે શરૂ કર્યા છે.

શરીર પર માટી પાથરી નવ દિવસ સુધી એ જ સ્થિતિમાં રહેશે સાધુ

જગન્નાથગીરી મહારાજે શરીર પર માટી પાથરી દીધી છે અને જવારા ઉગાડ્યા છે. જુનાગઢના કાશી વિશ્વનાથ મંદિરમાં આ અનોખા અનુષ્ઠાન આ સાધુ દ્વારા કરાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ તપ માત્ર થોડા કલાકો પૂરતુ નથી. આ સાધુ આ જ સ્થિતિમાં 9 દિવસ સુધી રહેશે. જગન્નાથગીરી મહારાજ ખાસ આ અનુષ્ઠાન માટે જ જુનાગઢ આવ્યા છે. આવા કઠોર અનુષ્ઠાન પ્રથમવાર કાશી વિશ્વનાથ મંદિરમાં જોવા મળી રહ્યા છે. નવ દિવસ સુધી આમ જ શરીર પર જવારા રહેશે સાથે જ પાણી વિના ઉપવાસ પણ કરશે. તેમના આ અનુષ્ઠાન દશેરાના દિવસે પૂર્ણ થશે.

આ પણ વાંચો: Rajkot : રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ બાઈક અને જીપ પર ખુલ્લી તલવાર સાથે કર્યો અનોખા ગરબા

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">