Bhavnagar Breaking News : ભાવનગરમાં મેઘમહેર, બગદાણામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર! જુઓ Video

Bhavnagar Breaking News : ભાવનગરમાં મેઘમહેર, બગદાણામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર! જુઓ Video

| Updated on: Sep 11, 2026 | 1:40 PM

ભાવનગર જિલ્લામાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બગદાણા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બગદાણા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનો લગભગ કોરો રહ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની ખેડૂતોને આશા હતી.

સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોની આશા વધુ મજબૂત બની છે. વરસાદને કારણે ખેતીના પાકને પણ ફાયદો થવાની શક્યતા છે. પરંતુ હજુ પણ સારા અને વ્યાપક વરસાદની જરૂરિયાત છે. આગામી દિવસોમાં જો સારો વરસાદ થાય આવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી કલાકો અને દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સભાવના છે.

સારા અને વ્યાપક વરસાદની હજુ પણ જરૂરિયાત

ખેડૂતોનું કહેવું છે કે હાલ થયેલો વરસાદ રાહત આપનારો છે, પરંતુ હજુ પણ સારા અને વ્યાપક વરસાદની જરૂરિયાત છે. આગામી દિવસોમાં જો સારો વરસાદ થાય તો ખેતી માટે સ્થિતિ વધુ અનુકૂળ બની શકે છે. હાલ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી કલાકો અને દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં થનારા વરસાદ પર છે. જો વરસાદનું જોર યથાવત રહે અને વધુ વિસ્તારોમાં મેઘમહેર થાય તો ખેડૂતોને મોટી રાહત મળી શકે છે.

આ પણ વાંચો, Breaking News : સ્વચ્છ સુરતની પોલ ખૂલી? 8 હજાર સફાઈકર્મીઓને ઝાડુ પણ ન મળતાં રોષ!

Follow Us
Loading...
Unable to load recommendations.